Western Times News

Gujarati News

આ અભિનેત્રીના કહેવાથી શિંદે-ઉદ્ધવ ઠાકરે મતભેદ ઉકેલવા સંમત થયાનો દાવો!!

File Photo

શિવસેનાના નેતા ગણાવતી મરાઠી અભિનેત્રીનો દાવો

(એજન્સી)મુંબઈ, પોતાને શિવસેનાના નેતા ગણાવતી મરાઠી અભિનેત્રી દીપાલી સૈયદે (Deepali Sayed) દાવો કર્યો છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે તેમના મતભેદોને ઉકેલવા માટે મુલાકાત કરવા માટે સંમત થયા છે.

તેમના મતે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચેની બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ મધ્યસ્થી કરી રહ્યા છે. આ અંગે શિવસેનાના એક કાર્યકર્તાએ કહ્યું કે સઈદ પાર્ટીમાં કોઈ હોદ્દો ધરાવતા નથી.

સઈદે ૨૦૧૯માં શિવસેનાની ટિકીટ પર ઠાણે જિલ્લાના મુંબ્રા-કલવા મત વિસ્તારથી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડી હતી. ૨૦૧૪માં તેઓ આમ આદમી પાર્ટીની ટિકીટ પર અહમદનગર જિલ્લાથી ચૂંટણી લડી હતી પરંતુ તેઓ હારી ગયા હતા.

સઈદે ટ્‌વીટ કરીને કહ્યું કે, ‘મને એ જાણીને ખુશી થઈ કે, આગામી બે દિવસમાં શિવસૈનિકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેની મુલાકાત થશે. શિંદેએ સૈનિકોની ભાવનાઓને સમજી અને ઠાકરેએ તેમની ભૂમિકામાં તેને દિલથી સ્વીકારી.

પરિવારના મુખિયા કેટલાક ભાજપા નેતા આ બેઠક માટે મધ્યસ્થતા કરી રહ્યા છે.’ તેમના ટ્‌વીટર વિવરણમાં ઉલ્લેખ છે કે, તેઓ શિવસેનાની નેતા છે. સૈયદના ટ્‌વીટ વિશે પૂછવામાં આવતા શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, મને આ પ્રકારના કોઈ પણ ઘટના ક્રમની જાણકારી નથી.

હું પાર્ટીનો ખૂબ જ નાનો કાર્યકર્તા છું. સંજય રાઉતે એકનાથ શિંદેના મુખ્યમંત્રી અને ભાજપના દેવેન્દ્ર ફડણવીસને ઉપમુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધાના ૧૫ દિવસ બાદ પણ મંત્રીમંડળનો વિસ્તાર ન કરવાને લઈને નિશાન સાધ્યું છે.

તેમણે કહ્યું કે, આ કેબિનેટ વિસ્તરણ ન થવાનું કારણ એ છે કે, આ એક બંધારણીય સમસ્યા છે. શિવસેનાના ૪૦ બળવાખોર ધારાસભ્યો અયોગ્યતાના સંકટનો સામનો કરી ચૂક્યા છે. આ મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થઈ રહી છે. જાે તેઓ મંત્રીના રૂપમાં શપથ લે છે તો તેમને અયોગ્ય ઘોષિત કરી દેવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.