Western Times News

Gujarati News

ધો. ૧૦ પાસ ડ્રોન પાઈલટ યુવકોને સ્વર્ણિમ યુનિવર્સિટીમાં અપાશે ટ્રેનિંગ

ગાંધીનગર, ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન દ્વારા ડ્રોન ટ્રેનિંગ ઝુંબેશ શરુ કરવામાં આવી છે. આ ડ્રોન ટ્રેનિંગ ઝુંબેશમાં ભાગ લેનારું ગુજરાત પ્રથમ રાજ્ય છે. ત્યારે આ ડ્રોન ટ્રેનિંગમાં ૧૮ વર્ષ કે તેથી વધુ વય અને ધોરણ ૧૦ પાસ યુવકો જાેડાઈ શકશે.

આ યુવકોને તાલીમ આપ્યા બાદ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. આ તાલીમ માટે ૭ દિવસનો અભ્યાસક્રમ પણ નક્કી કરવામાં આવ્યો છે. ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં ડ્રોન પાઈલટને સ્વર્ણિમ સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન યુનિવર્સિટી ખાતે ટ્રેનિંગ આપવામાં આવશે. ત્યારબાદ દેશની ૫૦ આઈટીઆઈમાં તાલીમ આપવામાં આવશે.

મહત્વનું છે કે, યુવકોને આ તાલીમ સ્વર્ણિમ સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન યુનિવર્સિટી અને કૌશલ્યા ધી સ્કીલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આપવામાં આવશે. આ પહેલાં કૌશલ્યા ધી સ્કીલ યુનિવર્સિટીએ ૬૦ જેટલાં ડ્રોન ફેકલ્ટીને તાલીમ આપી હતી અને સર્ટિફિકેટ પણ એનાયત કર્યા હતા.

ઈ કોમર્સ, મેડિકલ અને પોલીસ અને કૃષિમાં ડ્રોનનો ઉપયોગ કરવા કેવી રીતે કરવો એની તાલીમ માટે સાત દિવસનો અભ્યાસક્રમ નક્કી કરવામાં આવ્યો છે. આ ડ્રોન ટ્રેનિંગ માટે ધોરણ ૧૦ પાસ કરેલું હોવું જરુરી છે અને ૧૮ વર્ષ કે તેથી વધુ વયના યુવકો આ તાલીમ મેળવી શકશે.

બીજી તરફ, સ્વર્ણિમ સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડન્ટ આદિ જૈને પોતાની યુનિવર્સિટીને પસંદ કરવા બદલ રાજ્ય સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે, અમે દેશની પ્રગતિમાં અમારુ યોગદાન આપવા માટે હંમેશા તત્પર છીએ.

મહત્વનું છે આ ધોરણ ૧૦ પાસ યુવકો અને ૧૮ વર્ષ કે તેથી વધુ વયના યુવકોને ડ્રોન પાઈલટની ટ્રેનિંગ આપ્યા બાદ સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે. બાદમાં દેશની ૫૦ આઈટીઆઈમાં તાલીમ આપવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.