Western Times News

Gujarati News

BU પરવાનગી વગરના શીલજમાં ૭ કોમર્શીયલ યુનીટને સીલ મારવામાં આવ્યા

બીયુ પરવાનગી વગર વપરાશ થતાં બાંધકામોને સીલ મારવાની ઝુંબેશ-વિનાયક હોસ્પિટલ સહિત ૭૩ યુનીટને મ્યુનિ.એ સીલ માર્યા

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બીયુ પરવાનગી વગર વપરાશ થતો હોય તેવી નવા વાડજની વિનાયક બાળકોની હોસ્પિટલ સહીત ૭૩ યુનીટને સીલ કરવામાં આવ્યા છે. સીલ કરાયેલા યુનીટમાં ૬પ કોમર્શીયલ અને ૭ રહેણાક યુનીટનો સમાવેશ થાય છે.

આ સાથે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી ૪ હજાર કરતા વધુ યુનીટને સીલ મારવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ કોર્પોરેશન દ્વારા બીયુ પરવાનગી વગર વપરાશ થતાં હોય તેવા યુનીટને સીલ મારવાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.

મ્યુનિ.કોર્પોરેશન હદ વિસ્તારમાં બીયુ પરમીશન વગર વપરાશ થતો હોય તેવા બિલ્ડીગના બિનઅધિકૃત ઉપયોગ બંધ કરાવવા માટે કોર્ટ દ્વારા દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે. જેના અનુસંધાને આ પ્રકારના બાંધકામોનો ઉપયોગ બંધ કરાવવા સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉપરાંત પરવાનગી સિવાય કરવામાં આવેલા બિનઅધિકૃત બાંધકામોનો અમલ કરી ડીમોલેશીનની કામગીરી પણ કરવામાં આવી છે. જેમાં સોમવારના રોજ બિનઅધિકૃત વપરાશ બંધ કરાવવા ૬પ કોમશ્ીયલ યુનીટ ૧ હોસ્પિટલ અને ૭ રહેણાક યુનીટ મળી કુલ ૭૩ યુનીટ સીલ કરી વપરાશ બંધ કરાવવામાં આવ્યું છે.

મ્યુનિ. દ્વારા સોમવારે કરેલી કાર્યવાહીમાં નવા વાડજ ખાતે આવેલી વિનાયક બાળકોની હોસ્પિટલને સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત ફતેહવાડી કેનાલ પાછળ નેશનલપ્લાઝાના ૩૮ યુનીટ સીલ કરાયા છે.

આ ઉપરાંત શીલજમાં ૭ કોમર્શીયલ યુનીટને સીલ મારવામાં આવ્યા છે. વટવામાં લેક વુડ રેસીડેન્સીમાં ૭ રહેણાક અને ૧૦ કોમર્શીયલ યુનીટ સીલ કરાયા છે. આ ઉપરાંત ઈસનપુરમાં ૭ કોમર્શીયલ યુનીટ અને વિરાટનગરમાં ૩ કોમશીયલ યુનીટ સીલ કરાયા છે. તાજતેરમાં કુલ ૮૬પ૮ર૬ ચો.ફેુટનું બાંધકામ દુર કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.