Western Times News

Gujarati News

ભારતીયો પોતાના દેશ વિશે બહુ ઓછી જાણકારી ધરાવે છે: સંશોધન

પ્રતિકાત્મક

ભારતીયોની પોતાના દેશ, પોતાની વિવિધતા, વ્યાપકતા, સંસ્કૃતિ, વારસા અને વાનગીઓ વિશેની જાણકારીઓ કેટલી ઓછી એ વિશે ‘ક્લબ મહિન્દ્રા ઇન્ડિયા ક્વોશન્ટ’ જાહેર થયો છે. આ અભ્યાસમાં ભારત વિશે, એના સ્થાનિક સમુદાયો, વિવિધ ભૌગોલિક ખાસિયતો વગેરે વિશે રસપ્રદ હકીકતો વિશે બારીક જાણકારીઓ વિશે ભારતીયો કેટલી હદે વાકેફ છે

એનો પર પ્રકાશ ફેંકવામાં આવ્યો હતો. આ સંશોધન મહિન્દ્રા હોલિડેઝની 25મી વર્ષગાંઠના સીમાચિહ્ન પર હાથ ધરવામાં આવ્યું હતું તથા તેમાં સમગ્ર દેશના સ્થાનિક પ્રવાસીઓના ઉપલબ્ધ અનુભવના ઊંડાણ વિશે જાણકારી મેળવવામાં આવી હતી.

અમારા સંશોધનમાં પ્રાપ્ત જાણકારીમાં ખુલાસો થયો છે કે, નોંધપાત્ર સંખ્યામાં લોકો આપણી પોતાની સંસ્કૃતિ, ભોજનની આદતો, ઇતિહાસ, તહેવારો, સાંસ્કૃતિક વારસા વગેરેના બારીક જાણકારી ધરાવે છે. હકીકતમાં 60 ટકા રહેવાસીઓએ સ્વીકાર્યું છે કે, તેઓ ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ, ભૌગોલિક/સ્થાનો, પ્રકૃતિ, ભોજન વગેરે વિશે બહુ પરિચિત નથી.

ઉપરાંત ત્રીજા ભાગના (30 ટકા) ઉત્તરદાતાઓએ દાવો કર્યો છે કે, તેઓ તેમના સાથીદાર નાગરિકોથી વિશેષ જાણકારી ધરાવે છે. સૌથી વધુ (36 ટકા)એ સ્વીકાર્યું છે કે, જ્યારે તેઓ શાળામાં અભ્યાસ કરતાં હતાં, ત્યારે જ તેઓ જાણકારી ધરાવતા હતા, પણ અત્યારે મોટા ભાગની બાબતો ભૂલી ગયા છે.

ભારત વિવિધ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ અને બાયોજિયોગ્રાફિક ઝોન ધરાવે છે. જોકે ઉત્તરદાતાઓમાંથી ઘણા આપણા પોતાના નાગરિકોથી મોટા ભાગે અપિરિચિત છે. જ્યારે આપણા દેશના ભૂગોળનો વિચાર કરવામાં આવે, ત્યારે પણ તેઓ બહુ ઓછી જાણકારી ધરાવે છે. ઉદાહરણ તરીકે, ત્રીજા ભાગથી વધારે ઉત્તરદાતાઓ (35 ટકા) જાણતા નથી કે, દુનિયામાં ચીનની મહાન દિવાલ પછી બીજી સૌથી લાંબી દિવાલ રાજસ્થાનના કુંભલગઢ કિલ્લામાં સ્થિત છે.

દોઢ વર્ષના લોકડાઉન પછી લોકો વચ્ચે પ્રવાસ કરવાની આતુરતામાં અભૂતપૂર્વ વધારો થયો છે. હજારો લોકો હિલસ્ટેશન અને દરિયાકિનારાઓનો પ્રવાસ કરી રહ્યાં છે, જેથી તેઓ ઘરમાં બહાર નીકળી વિરામ લઈ શકે. અમારું સંશોધન દર્શાવે છે કે, ત્રીજા ભાગથી વધારે ઉત્તરદાતાઓ (39 ટકા)ને ખબર નથી કે, મસૂરી “ધ ક્વિન ઓફ હિલ્સ” તરીકે જાણીતું છે.

દર ત્રણ ઉત્તરદાતામાંથી એક ઉત્તરદાતા (33 ટકા)ને ખબર નથી કે, ઉદેપુરને ‘સિટી ઓફ લેક્સ એટલે કે સરોવરોનાં શહેર’ તરીકે ઓળખવામાં આવે છે.

ગિર લોકપ્રિય એશિયાટિક સિંહોનું દુનિયામાં એકમાત્ર પ્રાકૃતિક નિવાસસ્થાન છે. ત્રીજા ભાગથી વધારે ઉત્તરદાતાઓ (39 ટકા)ને ખબર નથી કે, ગિરના જંગલમાં વન્યજીવપ્રેમીઓ કયા પ્રાણીને જોવા આવે છે. ઉપરાંત ફક્ત 29 ટકા ઉત્તરદાતાઓને જાણ છે કે, તેઓ હાથીની સવારી કરવા માટે કેરળમાં થેકડી જશે.

ભારત એની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા માટે જાણીતો છે, જેની સદીઓથી અહીં જાળવણી થઈ છે અને એનું પાલન થાય છે. ભારતમાં તમામ રાજ્યોમાં તેમની સંસ્કૃતિ પ્રવાસન ઉદ્યોગને જાળવવાની પ્રચૂર ક્ષમતા ધરાવતા પરિબળ તરીકે પુરવાર થઈ છે, ખાસ કરીને રાજસ્થાન, કેરળ, તમિલનાડુ અને ઉત્તરાખંડ.

નવાઈની વાત એ છે કે, લોકોની કળા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં ભારતની જાણકારી (57 ટકા) સૌથી ઓછી છે અને એના કરતાં ભૌગૌલિક દ્રષ્ટિએ ભારતની જાણકારી વધારે છે (58 ટકા).

અમારા સંશોધનમાં જાણકારી મળી છે કે, બે-તૃતિયાંશ ઉત્તરદાતાઓ (66 ટકા)ને જાણ નથી કે, શાસ્ત્રીય નૃત્ય “કથક” ઉત્તરપ્રદેશનું છે. અડધાથી વધારે (55 ટકા) ઉત્તરદાતાઓને એ જાણ પણ નથી કે, ઐપન ઉત્તરાખંડનું લોકનૃત્ય છે.

એ જ રીતે દેશ એ સ્થાનિત તહેવારો, પૃષ્ઠભૂમિઓ, આધ્યાત્મિક અને ધાર્મિક સ્થાનો માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ છે. અમારા તારણો દર્શાવે છે કે, ત્રીજા ભાગથી વધારે (39 ટકા) ઉત્તરદાતાઓને ખબર નથી કે, ખજૂરાહો ઉત્સવની ઉજવણી મધ્યપ્રદેશમાં થાય છે અને લગભગ એક-તૃતિયાંશ ઉત્તરદાતાઓ (32 ટકા)ને ખબર નથી કે, દલાઈ લામ ધર્મશાલામાં નિવાસસ્થાન ધરાવે છે.

પશ્મિના અને પૈથણી સાડી જેવી ચીજવસ્તુઓ ભવ્યતા અને સુંદરતાનું પ્રતીક છે, સદાબહાર છે. જોકે લગભગ એક તૃતિયાંશ ઉત્તરદાતાઓને ખબર નથી કે, મહારાષ્ટ્ર પૈથણી સાડી ખરીદવા માટે શ્રેષ્ઠ સ્થાન છે (32 ટકા) અને કાશ્મીર પશ્મિના ખરીદવા માટે શ્રેષ્ઠ સ્થાન છે.

વાનગીઓની જાણકારી –ભારતીયોના હૃદયમાં ભોજન કે ખાદ્ય ચીજવસ્તુઓ હંમેશા વિશેષ સ્થાન ધરાવે છે. આપણે રાંધવા, સાથે ભોજન કરવા, એકબીજા સાથે એની વહેંચણી કરવાને પસંદ કરીએ છીએ. જોકે અમારા સર્વેમાં ખુલાસો થયો છે કે, ઘણા લોકો ‘ફૂડીઝ’ છે અને ફેમિલી વેકેશનો પર સ્થાનિક વાનગીઓ માણવાનો દાવો કરે છે, છતાં બહુ ઓછા લોકો ભારતમાં લોકપ્રિય પ્રવાસન સ્થળોની ઘણી ઓળખ સમાન વાનગીઓ અને એની પાછળના ઇતિહાસથી પરિચિત છે.

જ્યારે ભારતીયો સ્થાનિક ભોજનના અનુભવને માણવાનું પસંદ કરે છે, ત્યારે તેમનો ભોજન વિશે ‘આઇક્યુ’ (ઇન્ડિયા ક્વોશન્ટ) સૌથી ઓછો (46 ટકા) છે. હકીકતમાં 40 ટકા ઉત્તરદાતાને ખબર નથી કે અપ્પમ કેરળની સ્થાનિક વાનગી છે.

જ્યારે ભારત ચાપ્રેમી દેશ છે, ત્યારે એક તૃતિયાંશથી ઓછા ઉત્તરદાતાઓ (32 ટકા)ને જાણ છે કે, મસૂરી ચા સાથે સંકળાયેલું નથી, તો 26 ટકા ઉત્તરદાતાઓને ખબર નથી કે, મુન્નાર ચા સાથે સંબંધિત છે.

અન્ય કેટલાંક રસપ્રદ તારણો –લોકો વેકેશન પર હોય છે ત્યારે પરિવાર સાથે બાબતોનો વિચાર કરે છે એને લઈને રસપ્રદ ઉપયોગી જાણકારી પણ સંશોધનમાં મળી છે, જે નીચે મુજબ છેઃ

27 ટકા ઉત્તરદાતાઓએ દાવો કર્યો છે કે, પરિવાર સાથે વેકેશન માણવા પાછળનું સૌથી મહત્વનું કારણ તેમની સાથે જોડાણને મજબૂત કરવાનો છે.

દર પાંચમાંથી એક ઉત્તરદાતા (21 ટકા) ‘એડવેન્ચર’ પ્રવાસી હોવાનો દાવો કરે છે અને તેઓ તેમાં તેમની ક્ષમતા અને સાહસિકતા અજમાવે છે.

49 ટકા પ્રવાસીઓએ જણાવ્યું કે, તેઓ વર્ષ 2020માં ગુમાવેલા પ્રવાસન સમયને સરભર કરવા ભવિષ્યમાં પ્રવાસ કરવા ઇચ્છે છે.

વર્ષ 2020માં મોટા ભાગના પ્રવાસીઓ મિત્રો અને પરિવારોથી વધારે સમય દૂર રહ્યાં હતાં. ઘણા લોકો એવું અનુભવે છે કે, અંતરથી તેમની વચ્ચે મળવાની ઇચ્છા વધી છે, કારણ કે 67 ટકા ભારતીય પ્રવાસીઓ ભવિષ્યના પ્રવાસનો ઉપયોગ તેમના પ્રિયજનો સાથે ફરી જોડાણ કરવાની તક તરીકે કરવા ઇચ્છે છે.

15 ટકા ઉત્તરદાતાઓ તેમની પારિવારિક ટ્રિપ દરમિયાન ‘ફૂડી’ની ભૂમિકા ભજવે છે. તેમણે દાવો કર્યો છે કે, તેઓ સ્થાનિક વાનગીઓનો અનુભવ અને જાણકારી મેળવવા માગે છે તથા આ અંગે તેમના પરિવારજનોને સલાહ આપવા ઇચ્છે છે.

77 ટકા ભારતીયોએ ઉલ્લેખ કર્યો હતો કે, જો પ્રવાસન સ્થળ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા સાથે સંબંધિત નીતિઓનું પાલન કરતા હશે, તો જ તેઓ ત્યાં બુકિંગ કરાવશે, 71 ટકાએ કહ્યું કે, તેઓ સલામતીની ચિંતાને કારણે ચોક્કસ પ્રવાસન સ્થળોએ પ્રવાસન કરવાનું ટાળે છે.

94 ટકા ઉત્તરદાતાઓએ તેમની સફરમાં પર્યાવરણને અનુકૂળ પ્રવાસન સુવિધાઓનો વિચાર કરે છે. સામાજિક-સાંસ્કૃતિક અનુભવોમાં પર્યાવરણને અનુકૂળ વિકલ્પોએ સ્થાન મેળવ્યું છે તથા સ્થઆનિક સમુદાયોને પ્રોત્સાહન આપવું – આ કેટલાંક ટ્રેન્ડ છે, જે ફરી જોવામાં આવશે એવી અપેક્ષા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.