Western Times News

Gujarati News

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કેન્દ્ર શાસિત (UT) પ્રદેશ બન્યા

આર.કે. માથુરે લદ્દાખના પહેલા ઉપરાજ્યપાલ તરીકે શપથ લીધા

શ્રીનગર, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકો માટે આજે ૩૧ ઓક્ટોબરની સવાર કંઈક અલગ હતી. છેલ્લા ૭ર વર્ષથી અત્યાર સુધીમાં એક જ રાજ્યનો ભાગ રહેલા બે પ્રદેશો હવે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયા છે. રાત્રે ૧ર વાગ્યા પછી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયા છે. દેશના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને સરકારે આ ફેરફાર માટે પસંદ કરી હતી. ઉલ્લેખનીય છે કે પ ઓગસ્ટે સરકારે સંસદમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ અને ૩પ-એ હટાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો.

આ ઉપરાત રાજયનો દરજ્જા સમાપ્ત કરીને તેને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ તરીકે બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાનું જાહેર કરાયું હતું. જમ્મુ-કાશ્મીરનો રાજ્યનો દરજ્જા ખતમ થવાની સાથે જ આજથી ઘણા મહત્વપૂર્ણ ફેરફાર લાગુ થઈ ગયા છે. જમ્મુ-કાશ્મીરનાં હવે કોઈ અલગ ધ્વજ અને બંધારણ રહ્યાં નથી. બન્ને કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના સાથે દેશમાં હવે રાજ્યની સંખ્યા ર૮ થઈ ગઈ છ, જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશો ૯ થઈ ગયા છે.

અગાઉ થયેલી જાહેરાત અનુસાર જમ્મુ-કાશ્મીરનો રાજ્યનો દરજ્જા બુધવારે મધરાતે સમાપ્ત થયો. આ સાથે બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશો અસ્તિત્વમાં આવ્યા છે. આ નિર્ણય સંસદ દ્વારા કલમ-૩૭૦ હેઠળ આપવામાં આવેલા વિશેષ દરજ્જાને કદ કર્યાના ૮૬ દિવસ પછી અમલમાં આવ્યો છે. આજે સારે રાધાકૃષ્ણ માથુરે લદ્દાખના પહેલા લેફ્ટનન્ટ ગવર્નર (ઉપરાજ્યપાલ) તરીકે શપથ લીધા છે.

રાધાકૃષ્ણ માથુર ત્રિપુરા કેડરના આઈએએસ અધિકારી છે અને તેઓ સંરક્ષણ સચિવ રહી ચૂક્યા છે. સરકારે એસ.એસ. ખંડારેને કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના આઈજીપી નિયુક્ત કર્યા છે. ખંડારે ૧૯૯પ બેન્ચના જમ્મુ-કાશ્મીર કેડરના આઈપીએસ છે. આ સાથે જ આઈએઅસ અધિકારી ઉમંગ નરૂલાની લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નરનજા સલાહકાર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના પ્રથમ લેફ્ટનન્ટ ગવર્નર (એલજી) ગિરીશચંદ્ર મુર્મુએ પણ આજે ચાર્જ સંભાળ્યો છે.
આ સાથે જમ્મુ-કાશ્મીરનું બંધારણ અને રણબીર દંડસંહિતા (રણબીર પિનલ કોડ) આજથી નાબૂદ થઈ ગયા છે. આજથી જમ્મુ-કાશ્મીરમાં વહીવટી અને રાજકીય ક્ષેત્રની દ્રષ્ટિએ ઘણી બધી બાબતો બદલાઈ ગઈ છે.

અત્યાર સુધી રાજ્યમાં વિધાનસભાની ૧૧૧ બેઠકો હતો, જેમાં ૪ બેઠકો લદ્દાખની હતી. હવે તેમનું અસ્તિત્વ સમાપ્ત થઈ ગયું છે. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં હવે ૧૦૭ બેઠકો હશે, જે વધારીને ૧૧૪ બેઠકો કરવાનો પ્રસ્તાવ છે. કુલ ૮૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે, જ્યારે બે બેઠકો નોમિનેશન દ્વારા ભરવામાં આવશે. ર૪ બેઠકો હજુ પણ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) માટે અનામત રહેશે. ર૦૧૧ની વસ્તી ગણતરીના આધારે સીમાંકન દ્વારા બેઠકોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. અત્યાર સુધી અહી વિધાનસભા અને વિધાન પરિષદ બન્ને હતા, પરંતુ હવે અહીં ફકત વિધાનસભાનું જ અસ્તિત્વ રહેશે.

જમ્મુ-કાશ્મીરથી વિપરીત લદ્દાખમાં વિધાનસભા નહીં હોય. અહીં ચંદીગઢ મોડલ પર વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. અહીં લોકસભાની એક બેઠક હશે, સ્થાનિક સંસ્થાઓ હશે, પરંતુ અહી વિધાનસભાની વ્યવસ્થા નહીં હોય. રાષ્ટ્રપતિના પ્રતિનિધિ તરીકે ઉપરાજ્યપાલ વ્યવસ્થાનું સંચાલન કરશે અને તેઓ બંધારણીય વડા હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.