Western Times News

Gujarati News

નીતિ આયોગના CEO પરમેશ્વરન ઐયર ગુજરાતની મુલાકાતે 

NITI AYOG CEO Parmeshwaran in Gujarat

સી.એમ. ડેશબોર્ડની રિયલ ટાઇમ મોનિટરીંગ ગતિવિધિ અને જનસંવાદ કેન્દ્રની  ફિડબેક સિસ્ટમથી પ્રભાવિત થતા શ્રી પરમેશ્વરન ઐયર 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે નીતિ આયોગના સી.ઇ.ઓ શ્રી પરમેશ્વરન ઐયરે ગાંધીનગરમાં બેઠક યોજી હતી. શ્રી પરમેશ્વરન ઐયર ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવ્યા હતા.

આ મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજીને તેમણે કૃષિ, શિક્ષણ, હાઉસીંગ વગેરે વિભાગોની વિવિધ ફલેગશીપ યોજનાઓની પ્રગતિ અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી. નીતિ આયોગના સી.ઇ.ઓ.શ્રી એ સી.એમ. ડેશબોર્ડ તથા જનસંવાદ કેન્દ્રની ગતિવિધિઓ પ્રત્યક્ષ નિહાળી હતી.

સી.એમ. ડેશબોર્ડ દ્વારા રાજ્ય સરકારના વિભાગો દ્વારા હાથ ધરવામાં આવતા વિકાસ કાર્યો અને જનહિત કાર્યક્રમોનું રિયલ ટાઇમ મોનિટરીંગ ૩ હજાર જેટલા ઇન્ડીકેટર્સથી કરવામાં આવે છે તેનાથી તેઓ અત્યંત પ્રભાવિત થયા હતા. એટલું જ નહિ, યોજનાકીય લાભ મેળવેલા લાભાર્થીઓના પ્રતિભાવ ફિડબેક મેળવવાના હેતુસર કાર્યરત જનસંવાદ કેન્દ્રની કાર્યપદ્ધતિની પણ શ્રી પરમેશ્વરન ઐયરે પ્રસંશા કરી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, કૃષિના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પુરી, શિક્ષણ અગ્ર સચિવ શ્રી એસ. જે. હૈદર, નાણાં વિભાગના અગ્ર સચિવ શ્રી જે.પી. ગુપ્તા, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી મુકેશકુમાર તથા આયોજન સચિવ અને હાઉસીંગ કમિશનર શ્રી રાકેશ શંકર ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી તથા સચિવ શ્રીમતી અવંતિકા સિંઘે નીતિ આયોગના સી.ઇ.ઓ ને સી.એમ.ડેશબોર્ડ અને જનસંવાદ કેન્દ્રની કામગીરી તથા કાર્યપદ્ધતિની તલસ્પર્શી માહિતી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.