Western Times News

Gujarati News

ઓસ્ટ્રેલિયામાં નવરાત્રિ પહેલા ગરબાની રમઝટ બોલાવાઈ

પ્રતિકાત્મક

મહેસાણા, બે વર્ષે કોરોનાને કારણે ગુજરાતી ગરબા બંધ રહ્યા હતા, પરંતુ આ વર્ષે ગુજરાતીઓને ગરબાની રમઝટ માણવા મળશે. ત્યારે વિદેશી ધરતી પર અત્યારથી જ ગરબાની શરૂઆત થઈ ગઈ છે.

ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતી પરિવારો દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરાયુ હતું. જેમાં ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા ગુજરાતીઓએ જાણીતા સિંગર સાગર પટેલના તાલે ગરબાની રમઝટ બોલાવી હતી.

નવરાત્રિને હજી વાર છે, પરંતુ ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ જાણે ગરબાના તાલે ઘુમવા આતુર હતા. ત્યારે બ્રિસબેનમાં વસતા ગુજરાતી પરિવારો દ્વારા નવરાત્રિ પહેલા પ્રિ-ગરબા ઈવેન્ટનું આયોજન કરાયુ હતું. જેમાં ગુજરાતના જાણીતા સિંગર સાગર પટેલે ગુજરાતીઓને ગરબા રમાડ્યા હતા. મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ગરબા રમવા આવી પહોંચ્યા હતા.

ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી સંસ્કૃતિ જીવંત રાખવાનો ગુજરાતી સમાજનો પ્રયાસ અનોખો છે. માત્ર ઓસ્ટ્રેલિયા જ નહિ, અમેરિકા, યુકે, ઓમાન, આફ્રિકા જેવા દેશોમાં વસતા ગુજરાતીઓ પણ સમયાંતરે ગરબા કાર્યક્રમોનું આયોજન કરતા રહે છે. જેથી તેઓ પોતાના મુલ્કના ઉત્સવોથી દૂર ન રહે. આશિષ પટેલ અને જય ગજાનન ગ્રુપ દ્વારા દર વર્ષે ઓસ્ટ્રેલિયામાં ગરબા રમઝટનું આયોજન કરાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.