Western Times News

Gujarati News

૧૯ કિલોનો કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર ૩૬ રૂપિયા સસ્તો થયો

પ્રતિકાત્મક

નવી દિલ્હી, મોંઘવારી વચ્ચે સરકારે રાહતના સમાચાર આપ્યા છે. ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર ૩૬ રૂપિયા સસ્તો થયો છે.

હવે રાજધાની દિલ્હીમાં તેની કિંમત ઘટીને ૧૯૭૬ રૂપિયા થઈ ગઈ છે જે પહેલા ૨૦૧૨.૫૦ રૂપિયા હતી. ૧૪ કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.અત્યાર સુધી દિલ્હીમાં કોમર્શિયલ ગેસની કિંમત ૨૦૧૨.૫૦ રૂપિયા, કોલકાતામાં ૨૧૩૨ રૂપિયા, મુંબઈમાં ૧૯૭૨.૫૦ રૂપિયા અને ચેન્નાઈમાં ૨૧૭૭.૫૦ રૂપિયા હતી.

કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં આજે ૩૬ રૂપિયાનો ઘટાડો કરવામાં આવતા રાહત મળી છે. આ ઘટાડા બાદ ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત પ્રતિ સિલિન્ડર ૨૦૦૦ રૂપિયા કરતા ઓછી થઈ ગઈ છે.

હાલમાં ગેસ સિલિન્ડરની કિંમત ૨૦૧૨.૫૦ રૂપિયા છે. જાેકે હાલમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કિંમતોમાં આ ઘટાડો માત્ર કોમર્શિયલ સિલિન્ડર માટે જ લાગુ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે ભાવમાં આ સતત ચોથી વખત ઘટાડો કરાયો છે. જુલાઈ મહિનામાં જ ગેસની કિંમતમાં બે વખત ઘટાડો કરવામાં આવ્યો હતો. ૧૯ મેના રોજ રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ૨૩૫૪ રૂપિયા હતી.

૧ જૂને તેની કિંમતમાં ૧૩૫ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તે ઘટીને ૨૨૧૯ રૂપિયા થઈ ગયો હતો. ૧ જુલાઈએ કિંમતમાં ફરીથી ૧૯૮ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને તેની કિંમત ૨૦૨૧ રૂપિયા કરવામાં આવી હતી.

૬ જુલાઈના રોજ કિંમતમાં ૮.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને તે ઘટીને ૨૦૧૨.૫૦ રૂપિયા થયો હતો. કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજનાએ એલપીજી સિલિન્ડર ઘરે-ઘરે પહોંચાડ્યા છે.

તેમાં ભરાયેલો ગેસ અત્યંત જ્વલનશીલ હોવાને કારણે ઘણી વખત અકસ્માતનું કારણ બને છે. આવી સ્થિતિમાં તેનો ઉપયોગ કરતી વખતે ખૂબ કાળજી રાખવી જરૂરી છે.

યોગ્ય માહિતીના અભાવ અને જાળવણીમાં ક્ષતિને કારણે લોકો સિલિન્ડર ફાટવાના બનાવોપણ સંભળાય છે. સાથે જ એ પણ જાણવું જાેઈએ કે જાે LPG સિલિન્ડર ફાટવાથી અથવા ગેસ લીક ??થવાને કારણે અકસ્માત થાય છે તો ગ્રાહક તરીકે તમને શું અધિકાર છે.

મોટાભાગના લોકોને આ વિશે ખબર નહીં હોય કે પેટ્રોલિયમ કંપનીઓ આના પર ૫૦ લાખ રૂપિયાનો વીમો પણ આપે છે. આ માટે ગ્રાહકે કોઈ પ્રીમિયમ પણ ચૂકવવું પડતું નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.