Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશન નવા પાંચ જીમ્નેશીયમ કોન્ટ્રાકટરોને સોંપશે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે “કોન્ટ્રાકટરો દ્વારા અને કોન્ટ્રાકટરો માટે ચાલતી સંસ્થા”ના જે કટાક્ષ થઈ રહયા હતા તે હવે ૧૦૦ ટકા સાચા પુરવાર થઈ રહયા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વરસે કરોડો રૂપિયાના ખર્ચથી સ્વીમીંગ પુલ, જીમ્નેશીયમ, ટેનિસ કોર્ટ વગેરે તૈયાર બતાવીને કોન્ટ્રાકટરોને ચલાવવા માટે આપવામાં આવે છે.

શેહરમાં એક તરફ આતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ બની રહયુ છે જયારે બીજી તરફ નાના જીમ્નેશીયમ ચલાવવા માટે તંત્ર પાસે રૂપિયા નથી. જેના કારણે નવા પાંચ જીમ્નેશીયમના લોકાર્પણ કરીને તેની ચાવી કોન્ટ્રાકટરોને સોંપવાનો તખ્તો તૈયાર થઈ ચુકયો છે, જેમાં નાગરીકોને “કસરત” કરવી મોઘી પડી શકે છે?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેજલપુર, નારણપુરા, જાેધપુર, વટવા, લાંભા અને વટવા વિસ્તારમા કરોડો જીમ્નેશીયમનું ખાનગીકરણ કરવામાં આવશે. આ તમામ જીમ્નેશીયમ કાર્યરત થાય તે પહેલા જ તેને કોન્ટ્રાકટરોના હવાલે કરવા માટે નો તખ્તો રીક્રીએશન કમીટી ચેરમેન દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

મ્યુનિ. કોર્પોરેશનની જમીન ઉપર અને મ્યુનિ. કોર્પોરેશનના ખર્ચથી બનાવવામા આવેલા જીમ્નેશીયમના ખાનગીકરણને પીપીપી મોડેલ નામ આપવામાં આવી રહ્યુ છે. તદુપરાંત જીમ્નેશીયમ ચલાવવા તંત્રને પરવડે તેમ નથી તેવ કારણો પણ દર્શાવવામા આવી રહ્યા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા હાલ ૪૧ જીમ્નેશીયમ ચલાવવામા આવે છે જે પેટે વાર્ષિક રૂા. ૩.૮૪ કરોડ ખર્ચ થાય છે.

જેની સામે રૂા. પપ લાખની આવક થાય છે. તેથી ૪૧ જીમ્નેશીયમ ચલાવવા માટે દર વરસે રૂા. ૩.ર૯ કરોડનું નુકશાન થાય છે તેવા ગણિત પણ જવાબદાર અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. અહી પ્રશ્ન એ થાય છે કે જાે જીમ્નેશીયમ ચલાવવા પોસાતા નથી તો કરોડો રૂપિયાનો ખર્ચ શા માટે કરવામાં આવે છે ?

તેમજ જાે નાગરિકો માટે જાે સુવિધા ઉપલબ્ધ કરવામા આવતી હોય તો પછી નફા-નુકશાનની ગણતરી શા માટે કરવામા આવે છે? મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વરસે કરોડો રૂપિયાનના બિનજરૂરી ખર્ચ થાય છે. તો પછી જીમ્નેશીયમ કોન્ટ્રાકટરોને સોંપી કરદાતાઓ પાસેથી ચાર થી પાંચ ગણી ફી વસુલ કરવા પરવાનગી કેમ આપવામા આવે છે?

હાલ મ્યુનિ. કોર્પોરેશન ના કેટ લાક જીમ્નેશીયમો મા માસીક ફી માત્ર રૂા. પ૦/- છે. જયારે નવા જીમ્નેશીયમોમા ફી નકકી કરવાની સત્તા કોન્ટ્રાકટરો પાસે રહેશે. તેથી નાગરિકો પાસેથી દર મહિને રૂા. ૩૦૦ થી રૂા. પ૦૦ જેટલી ફી વસુલ કરવામાં આવશે.

મ્યુનિ. કોર્પોરેશન સુત્રોએ જણાવ્યા મુજબ એક જીમ્નેશીયમ બિલ્ડીંગ તૈયાર કરવા માટે લગભગ રૂા. ૧.પ૦ કરોડનો ખર્ચ થાય છે. જમીનની કિંમત રૂા. બે થી પાંચ કરોડ સુધી જે તે વિસ્તાર ની જંત્રી મુજબ હોઈ શકે છે. આમ જમીન તથા ડેવલપમેન્ટ સાથે ઓછામા ઓછા રૂા. ચાર કરોડના ખર્ચથી બનાવવામા આવેલા જીમ્નેશીયમ વાર્ષિક રૂા. ત્રણ લાખ ના ભાડાથી આપવામા આવશે.

જેની દૈનિક ગણતરી કરવામા આવે તો રૂા. ચાર થી પાંચ કરોડના ખર્ચ બાદ મ્યુનિ. કોર્પોરેશનને દૈનિક રૂા. ૮૩૦ નું ભાડુ મળશે. મ્યુનિ. સત્તાધીશો એ પીપીપી મોડેલની વ્યાખ્યા જ બદલી નાખી છે. રાજકીય કે પસંદગીના કોન્ટ્રાકટરોને લાભ આપવા માટે કરદાતાઓની કમાણીનો દુરૂપયોગ શા માટે ?

આ સુવિધાઓ કોન્ટ્રાકટરોને જ સોંપવાની હોય તો પછી બિલ્ડીંગ ખર્ચ પણ તેમના શિરે નાંખવામા આવે તે જરૂરી છે. તદુપરાંત તિજાેરીમા રૂપિયાના હોય તો આવા ખોટા ખર્ચ કરવા માટે નાગરીકો તરફથી કોઈ દબાણ પણ થતા નથી.

અમદાવાદ મહાનગર સેવા સદનની તિજાેરી ખાલી થઈ ગઈ છે તેમ છતાં મરજીયાત સેવાઓ માટે આંધળો ખર્ચ કરવામા આવી રહ્યો છે. મ્યુનિ. સત્તાધીશો ને પણ નરી આંખે જાેઈ શકાય તેવા કામો કરવામા જ રસ છે. જેના કારણે રોડ, લાઈટ, પાણી કે ડ્રેનેજ ના બદલે સ્વીમીંગ પુલ, જીમ્નેશીયમ, ટેનીસ કોર્ટ વગેરે માટે ખર્ચ થઈ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.