Western Times News

Gujarati News

“વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” નિમિત્તે રાજકોટના 5 રેલ્વે સ્ટેશનો પર પ્રદર્શનનું આયોજન

 આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર દેશભરમાં અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ક્રમમાં, 14મી ઓગસ્ટ, 2022ના રોજ, સમગ્ર ભારતમાં “વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ” તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.

વરિષ્ઠ મંડલ કાર્મિક અધિકારી શ્રી મનીષ મેહતાએ માહિતી આપી હતી કે માનનીય વડાપ્રધાન દ્વારા 14મી ઓગસ્ટે “વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ” ની ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના કુલ 5 સ્ટેશનો પર વિભાજન વિભીષિકા સ્મૃતિ ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

ડિવિઝનના રાજકોટ, ખંભાળિયા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર સ્ટેશન પર ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ સ્ટેશન પર સેવાનિવૃત્ત રેલ્વે કર્મચારી શ્રી સુખલાલ પારગી, વરિષ્ઠ નાગરિક (ઉંમર 83 વર્ષ)નું ડીઆરએમ રાજકોટ શ્રી અનિલ કુમાર જૈન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું

અને તેમના કરકમલોં દ્વારા પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એ જ રીતે, અન્ય સ્ટેશનો પર આયોજિત પ્રદર્શનનું પણ સેવાનિવૃત્ત રેલવે કર્મચારીઓ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન તમામ મુલાકાતીઓ માટે મફતમાં જોવા માટે ખુલ્લું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.