Western Times News

Gujarati News

એક App લાખોની લોન આપવાના કારસાનો પર્દાફાશ

એક Appથી લાખોની લોન આપવાના કારસાનો પર્દાફાશ

લોકોના ફોનમાંથી ફોટો ચોરીને તેને નગ્ન બનાવાતા હતા

ચીન અને હોંગકોંગથી સેન્ટર ઓપરેટ કરાતા હતા

નવી દિલ્હી, ચીન લોન એપના વસૂલી સેન્ટરો હવે પોલીસ એક્શનના ડરથી ધીરે-ધીરે પોતાના અડ્ડા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળમાં શિફ્ટ થઈ રહ્યા છે. આ મોટો ખુલાસો સ્પેશિયલ સેલની IFSO યુનિટે કર્યો છે. બીજી તરફ ચીન લોન એપ્સની સામે સતત દરોડા પડી રહ્યા છે, લોકોની જાગૃતિ અને પોલીસની કાર્યવાહીના કારણે ઘણાં કોલ સેન્ટરો બંધ કરાવી દેવાયા છે. ચીન અને હોંગકોંગથી પીડિતોના ડેટા આ કોલ સેન્ટરો પર મોકલવામાં આવતા હતા. તપાસમાં બહાર આવ્યું કે રોજની એક કરોડની વસૂલી કરવામાં આવતી હતી.

આ લોકોએ વસૂલી માટે ઘણાં અકાઉન્ટ ખોલી રાખ્યા હતા. આ ખાતામાં આવેલી રકમને હવાલા અને ક્રિપ્ટો કરન્સી દ્વારા ચીન મોકલવામાં આવતી હતી. બદલામાં ચીની નાગરિકો ભારતમાં બેઠેલા નાગરીકોને ઊંચું કમીશન આપવામાં આવતું હતું. આશંકા છે કે આ રકમ હજારો કરોડોમાં થતી રૂપિયામાં છે.

તપાસમાં ચીની લોન એપ સાથે જાેડાયેલા ઈન્ટરનેશનલ સિન્ડિકેટે ૨૨ લોકોને IFSO યુનિટે ધરપકડ કરી છે. જેમાં મહિલાઓનો પણ સામાવેશ થાય છે કે જેઓ રિવકરીના કામ કરતી હતી. દેશભરમાં ઘણાં રાજ્યોમાંથી પકડાયેલા આરોપીઓની ઓળખ નેહા ડોંગરે, વિજય, શેખ અર્ફાતુદ્દીન, નવનીત કુમાર ભારતી, રોહિત કુમાર, વિવિધ, સુપ્રીત શેટ્ટી, મંગળ મોહન, આકાશ સનકાંબલે, નિખિલ યુવરાજ કદમ, પુનીત, મનીષ, દિવ્યા, રવિ શંકર ઉર્ફ કૃષ્ણા, સુમિત, દીપ કુમાર ઉર્ફ કાર્તિક, જિતેન્દ્ર, હરપ્રીત સિંહ, પંકજ કુમાર, જુહૈબ હસન, દીપક દૂબે અને અનિલ ચાહરના રૂપમાં થઈ છે.

આરોપીઓ પાસે ૫૧ મોબાઈલ ફોન, ૨૫ હાર્ડ ડિસ્ક, ૯ લેપટોપ, ૧૯ ડેબિટ કાર્ડ, ત્રણ કાર અને ૪ લાખ રૂપિયા કેશ મળ્યા
છે. પકડાયેલા આરોપીઓ સુપ્રીત અને કૉલ સેન્ટરોના ડિરેક્ટર છે. મંગળ મોહન મેનેજર અને બાકી તમામ લોકો કોલ સેન્ટરમાં કામ કરે છે કે પછી તેમના ખાતાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.ચીનમાંથી ચાલી રહેલા કરોડો રૂપિયા વસૂલ કરવાના રેકેટમાં ચીની નાગરિકોએ આ છેતરપિંડી માટે ૧૦૦થી વધારે એપ બનાવી છે, જેના દ્વારા તાત્કાલિક લોન આપવાની વાત કરીને છેતરપિંડી કરવામાં આવતી હતી.

લોકોને ફસાવવા માટે તેમના મોબાઈલમાંથી ફોટો ચોરીને તેને અશ્લીલ બનાવવામાં આવતા હતા અને પછી તેમને બ્લેકમેઈલ કરવામાં આવતા હતા. પોલીસે તપાસ કરીને હાલ ૧૦૦થી વધુ એપ હોવાની તપાસ કરી છે.
લોન માટે કથિત રીતે KYC કરતી વખતે પીડિતના ફોન અને તેમના કોન્ટેક્ટ લિસ્ટ, ચેટ્‌સ, ઈમેજ સહિત અન્ય મહત્વપૂર્ણ ડેટાનો એક્સેસ લેવામાં આવતો હતો. ડેટા લીધા પછી તેને ચીન અને હોંગકોંગના સર્વર પર મોકલવામાં આવતો હતો. ત્યાંથી પીડિતોના ફોટો સાથે છેડછાડ કરીને તેમને બ્લેક મેઈલ કરવામાં આવતા હતા.

પાછલા કેટલાક સમયમાં હવાલા અને ક્રિપ્ટો કરન્સી દ્વારા ૫૦૦ કરોડ કરતા વધારે રકમ ચીન મોકલાઈ છે. પોલીસે એપ્લિકેશન કોડ, કૉલ ડિટેઈલ્સ અને બેંક ખાતાથી તપાસ કરી કે આરોપીઓ દિલ્હી, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, યુપી, બિહાર સહિતના રાજ્યોમાં પોતાના ઠેકાણા બનાવીને બેઠા છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.