Western Times News

Gujarati News

સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો

હાલ ડેમના ૧૦ દરવાજા ૧.૫ મીટર ખુલ્લા છે, ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે

સરદાર સરોવર ડેમની સપાટી ૧૩૬.૦૧ મીટર થઈ

નર્મદા,સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારે થઈ રહ્યો છે. નર્મદા ડેમની સપાટી વધીને ૧૩૬.૦૧ મીટરે પહોંચી છે. છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો ડેમની સપાટીમાં ૨૦ સેન્ટીમીટરનો વધારો થયો છે. ડેમમાં હાલ ઉપરવાસથી ૧,૯૨,૨૩૪ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમમાંથી હાલ ૧,૪૯,૧૨૨ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમના ૧૦ દરવાજા ૧.૫ મીટર ખુલ્લા છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સોમવારે રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ ખાબકી શકે છે. રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને પાટણને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં વરસાદ પડી શકે છે. પાટણમાં વરસાદને લઇને કોઇ ખાસ વોર્નિંગ નથી. પરંતુ રાજ્યમાં મોટાભાગે થન્ડર સ્ટ્રોમ સાથે વરસાદ જાેવા મળી શકે છે. મંગળવારનો દિવસનો ગુજરાત માટે મહત્વનો છે.

કેમ કે, ૨૩ ઓગસ્ટે સમગ્ર રાજ્યમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને તમામ રાજ્યોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં ભારે વરસાદ થઇ શકે છે. આ સિવાય અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં પણ ભારે વરસાદ જાેવા મળી શકે છે.

બે વર્ષ બાદ આ વખતે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર લોકમેળાનું આયોજન થયું છે. બીજી તરફ આ વખતે લોકોમેળામાં દુર્ઘટનાના પણ સમાચારો સામે આવ્યા છે. ગોંડલ અને રાજકોટના લોકમેળામાં દુર્ઘટનાના સમાચાર પ્રાપ્ત થયા છે. જેમાં બે લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. હવે રાજકોટના લોકમેળામાં દુર્ઘટનાના સમાચાર પ્રાપ્ત થયા છે.

જેમાં મોતના કૂવામાં એક કાર નીચે ખાબકી હતી. ચાલુ મોતના કૂવામાં કારનું ટાયર નીકળી ગયું હતું, જે બાદમાં કાર સીધી નીચે ખાબકી હતી. જાેકે, સદનસિબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. આ અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.