Western Times News

Gujarati News

પૂર્વ પીએમ ઇમરાન ખાનની ગમે ત્યારે થઇ શકે છે ધરપકડ

imrankhan-to-be-arrested-anytime

File

PTIએ ગંભીર પરિણામની ચેતવણી આપી

પીટીઆઈના પ્રમુખ ઇમરાન ખાન પોતાના ભાષણોમાં સેના અને અન્ય સંસ્થાનો પર સતત પ્રહાર કરી રહ્યા છે

ઇસ્લામાબાદ,પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનની મુશ્કેલી વધી ગઇ છે. ૨૦ ઓગસ્ટે ઇસ્લામાબાદમાં એક પબ્લિક રેલી દરમિયાન આઈજી પોલીસ ઇસ્લામાબાદ અને મહિલા મેજિસ્ટ્રેટને આપવામાં આવેલી કથિત ધમકીઓ પર ઇમરાન ખાન સામે એન્ટી ટેરર એક્ટની કલમ ૭ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. આ પછી ઇમરાન ખાન પર ધરપકડની તલવાર લટકી રહી છે.

પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના ઉપાધ્યક્ષ શાહ મહમૂદ કુરૈશીએ પીએમ શહબાઝ શરીફની સરકારને ચેતવણી આપી છે કે જાે ઇમરાન ખાન સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી તો તેના ગંભીર પરિણામ આવશે. ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ સામે એન્ટી ટેરર એક્ટ અંતર્ગત કેસ નોધવામાં આવ્યો છે.

એવી અટકળો કરવામાં આવી રહી છે કે જલ્દી અથવા આગામી કેટલાક દિવસોમાં ઇમરાન ખાનની ધરપકડ પણ થઇ શકે છે. એકસમયે સેનાના ખાસ રહેલા ઇમરાન ખાનને સત્તામાંથી હાકી કઢાયા પછી સેના પર પ્રહાર કર્યો હતો. તાકાતવર પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાથી ઇમરાન એટલા માટે નારાજ થયા કારણ કે સત્તા બચાવવા સેનાએ કોઇ મદદ કરી ન હતી.

પાકિસ્તાનના ગૃહ મંત્રી રાણા સનાઉલ્લાહે કહ્યું કે સરકારી સંસ્થાના ઓફિસરોને ધમકી આપવી અને રેલીમાં ભડકાઉ નિવેદન આપવા માટે પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન સામે કેસ નોંધવા સરકાર વિચાર કરી રહી છે. ગૃહ મંત્રી રાણા સનાઉલ્લાહે આરોપ લગાવ્યો કે પીટીઆઈના પ્રમુખ ઇમરાન ખાન પોતાના ભાષણોમાં સેના અને અન્ય સંસ્થાનો પર સતત પ્રહાર કરી રહ્યા છે.

આ પહેલા પાકિસ્તાનના ઇલેક્ટ્રોનિક મીડિયા વોચડોગે ઇમરાનના ભાષણોના લાઇવ પ્રસારણ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો હતો. પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાન સત્તામાંથી પદભ્રષ્ટ થયા બાદથી જ ભારતના વખાણ કરવાનો એક પણ મોકો છોડતા નથી. તેમના મોટાભાગના ભાષણમાં ભારતની સ્વતંત્ર વિદેશ નીતિના વખાણ જાેવા મળે છે. શનિવારે લાહોરમાં આયોજીત એક રેલીમાં ઇમરાન ખાને ભારતની સ્વતંત્ર વિદેશ નીતિના વખાણ જ નથી કર્યા, પરંતુ તેમણે ભારતીય વિદેશ મંત્રીના એક વીડિયોની ક્લિપ પણ ચલાવી હતી.

જેમાં એસ. જયશંકર સ્લોવાકિયામાં આયોજીત એક કાર્યક્રમમાં ભારતીય વિદેશ નીતિ સાથે જાેડાયેલા સવાલોનો જવાબ આપી રહ્યા છે. રેલીમાં ઇમરાન ખાને લોકોને સંબોધિત કરતાં કહ્યું કે, હું તમને બે દેશના વિદેશ મંત્રીને બતાવવા માગુ છુ. પહેલા હિન્દુસ્તાનના વિદેશ મંત્રી. તેમને કહેવામાં આવ્યું કે તમે રુસ પાસેથી તેલ ન ખરીદો. હિન્દુસ્તાન અમેરિકાનો વ્યૂહાત્મક ભાગીદાર છે. જ્યારે અમેરિકાએ તેમને આવું કહ્યું ત્યારે ડો. જયશંકરે શું જવાબ આપ્યો તે જુઓ. આ પછી ડો. એસ જયશંકરનો વીડિયો સ્ક્રીન પર ચલાવવામાં આવે છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.