Western Times News

Gujarati News

બાઇસેપ્સની કસરત દરમિયાન નસ ફાટી જતાં કાપવો પડ્યો હાથ

ઓવર એક્સરસાઇઝ ભારે પડી

યુવકે આ ઘટના લોકો સાથે શેર કરી હતી, તેણે કહ્યું કે જિમમાં બાયસેપ્સ કરતી વખતે તેણે જરૂરિયાત કરતાં વધુ વજન ઉંચક્યું હતુ

નવી દિલ્હી,હવે લોકો ફિટનેસ પ્રત્યે સજાગ બની ગયા છે. દરેક વ્યક્તિફિટ રહેવા પ્રયત્ન કરે છે. લોકોમાં આવેલી જાગૃતિ પાછળ ઘણા કારણો છે. ફિટનેસને કારણે વ્યક્તિ ઘણી બીમારીઓથી દૂર રહી શકે છે. કસરત કરવાથી તમારું શરીર શેપમાં રહે છે અને તમે કોન્ફિડન્ટ અનુભવો છો. પરંતુ જાે જીમમાં કોઇ પણ પ્રકારની ગાઇડન્સ વગર કસરત કરવામાં આવે તો તે નુકસાન પણ કરી શકે છે.

હાલમાં જ સોશ્યલ મીડિયા પર એક શખ્સની સાથે આવી કંઇક ઘટના બની હતી. ગેબે લિએસ્ચ્કે નામના આ વ્યક્તિને જીમમાં બાયસેપ્સની કસરત કરતી વખતે ઈજા થઈ હતી. ભારે વજનના કારણે તેની બાવડાની નસ ફાટી ગઇ હતી. પરંતુ ડોક્ટરોએ વોર્નિંગ આપવા છતાં તે આરામ કરવાને બદલે જીમમાં ગયો હતો. જેનું પરીણામ એટલું ખતરનાક આવ્યું કે તેણે કલ્પના પણ નહીં કરી હોય.

ઇન્ફેક્શનના કારણે તેના હાથ કાપવાની ફરજ પડી હતી. આ ઘટનામાંથી શીખ લઇ બીજા કોઈ સાથે આવું ના થાય તે માટે તેણે બાકી લોકોને જાગૃત કરવા માટે પોતાની સ્ટોરી શેર કરી છે. ગેબે લિએસ્ચ્કે આ ઘટના લોકો સાથે શેર કરી હતી. તેણે કહ્યું કે જિમમાં બાયસેપ્સ કરતી વખતે તેણે જરૂરિયાત કરતાં વધુ વજન ઉંચક્યું હતુ. દબાણના કારણે તેના હાથની નસ ફાટી ગઈ હતી. દુઃખાવા બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં ડોક્ટરોએ તેને થોડા મહિના માટે બ્રેક લેવાની અને આરામ કરવાની સલાહ આપી હતી.

પરંતુ સ્વસ્થ થવાને બદલે તે પાછો જિમમાં જાેડાયો. જેના કારણે તેના હાથમાં ઇન્ફેક્શન થઇ ગયું હતું અને તેની હાલત વધુ ખરાબ થઇ ગઇ હતી. ડોક્ટરોએ તેનો જીવ બચાવવા માટે તેનો હાથ કાપી નાખવો પડ્યો હતો. હવે ગેબેએ યંગ બ્લડ-મેન્સ મેન્ટલ હેલ્થ પોડકાસ્ટ પર પોતાનો અનુભવ શેર કર્યો છે. તેણે લોકોને જણાવ્યું કે, આ ઘટનાને કારણે તેણે મૃત્યુને ખૂબ નજીકથી જાેયું છે.

તેણે જણાવ્યું કે, આ અકસ્માતના કારણે તે કેટલાય દિવસો સુધી કોમામાં હતો. જ્યારે તે ભાનમાં આવ્યો તો તેણે જાેયું કે તેનો એક હાથ કપાઈ ગયો છે. એનએચએસની વેબસાઇટના જણાવ્યા અનુસાર, ગાબેને જે ચેપ લાગ્યો હતો તેનું નામ ફેસિટિસને નેક્રોટાઇઝ હતું. ઘા ચેપ માટે ખૂબ સંવેદનશીલ હોય ત્યારે જ આ ચેપ લાગે છે. જાે ગેબેએ આરામ કર્યો હોત અને ઘાને સાજાે થવાનો સમય આપ્યો હોત, તો તેનો હાથ આજે સલામત હોત.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.