Western Times News

Gujarati News

બોલિવૂડે શાહરુખ ખાન પાસેથી શીખવાની જરૂર છે?

વિકીના પિતા શામ કૌશલે જણાવ્યું,ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો અવારનવાર કહેતા હોય છે કે શાહરુખ ખાન લોકોને સ્પેશિયલ ફીલ કરાવે છે, સન્માન આપે છે

મુંબઈ,તાજેતરમાં ફિલ્મોનો બોયકોટ કરવાનું ચલણ ખૂબ વધી ગયું છે. આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા પછી હવે શાહરુખ ખાનની ફિલ્મ પઠાણને બોયકોટ કરવાની માંગ કરી રહ્યા છે. પણ આજે પણ એક મોટો વર્ગ છે જે લોકો શાહરુખ ખાનના ફેન છે. શાહરુખ ખાનને બોલિવૂડનો કિંગ ખાન અથવા બાદશાહ કહેવામાં આવે છે. માત્ર ફિલ્મોને કારણે જ નહીં, તેના સ્વભાવને કારણે પણ લોકો તેના વખાણ કરે છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો અવારનવાર કહેતા હોય છે કે શાહરુખ ખાન લોકોને સ્પેશિયલ ફીલ કરાવે છે, સન્માન આપે છે. વિકી કૌશલના પિતા અને સ્ટંટ ડાઈરેક્ટર શામ કૌશલે પણ શાહરુખને લગતો આવો કિસ્સો શેર કર્યો છે. શામ કૌશલે તાજેતરમાં જણાવ્યું કે શાહરુખ ખાને તેમના પત્ની વીણા અને દીકરા વિકી કૌશલ સાથે જે પ્રકારનો વ્યવહાર કર્યો, તેનાથી તેઓ ભાવુક થઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે શામ કૌશલ પાછલા ૨૧ વર્ષથી શાહરુખ ખાન સાથે કામ કરી રહ્યા છે. તેમણે અશોકાથી લઈને ઓમ શાંતિ ઓમ સુધી, અનેક ફિલ્મોમાં શાહરુખ ખાનના સ્ટંટ્‌સ કોરિયોગ્રાફ કર્યા છે. ૨૦૧૯માં આયોજિત ફિલ્મફેર અવોર્ડ્‌સનો એક કિસ્સો યાદ કરતાં શામ કૌશલ જણાવે છે કે, કોઈ પણ માણસને સન્માન કેવી રીતે આપવું જાેઈએ તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ શાહરુખ ખાન પાસેથી શીખવું જાેઈએ. શાહરુખ તમને જે પ્રકારે ટ્રીટ કરે છે, જે પ્રકારે તમારી સાથે વર્તન કરે છે, તેનાથી તમે પોતાના માટે ધન્ય અનુભવ કરો છો.

આજે પણ અમારો સંબંધ એવો જ છે જેવો અશોકા સમયે હતો. અમે એકબીજા સાથે પંજાબીમાં વાત કરીએ છીએ. ૨૦૧૯ના ફિલ્મફેર અવોર્ડ્‌સમાં શાહરુખ ભાઈ અને વિકી હોસ્ટ કરી રહ્યા હતા. હું કોઈ પણ અવોર્ડ ફંક્શનમાં જાઉ છું તો જ્યાં પણ બેસવાનું કહેવામાં આવે છે ત્યાં બેસી જાઉ છું, હું તે શૉમાં એટલા માટે ગયો હતો કારણકે મારો દીકરો પણ હોસ્ટ કરી રહ્યો હતો. શામ કૌશલ આગળ જણાવે છે કે, શાહરુખ અને વિકી સ્ટેજ પર આવ્યા. શાહરુખે વિકીને પૂછ્યું કે હું ક્યાં બેઠો છું. હું પત્ની સાથે પાંચમી અથવા છઠ્ઠી લાઈનમાં બેઠો હતો.

બધા જ કેમેરા મારી તરફ આવી ગયા. શાહરુખ ખાને વિકીને કહ્યું કે, જ્યારે હું ઈન્ડસ્ટ્રીમાં નવો હતો ત્યારે તારા પિતાએ મને ઘણું શીખવાડ્યુ હતું. શાહરુખે આ સિવાયની ઘણી વાતો કહી. તમામ લોકોનું ધ્યાન અમારા પર હતું. હું ઈમોશનલ થઈ ગયો, મને લાગ્યુ હવે હું રડી પડીશ. ઈશ્વરની કૃપાથી મને કરિયરમાં ઘણાં અવોર્ડ મળ્યા, પણ ફિલ્મફેરની તે ક્ષણ હું ક્યારેય નહીં ભૂલી શકુ. પછી જ્યારે મેં વિકીને પૂછ્યું કે શાહરુખે જે કહ્યું તે સ્ક્રિપ્ટનો ભાગ હતો? તો વિકીએ મને જણાવ્યું કે આ બધું સ્ક્રિપ્ટમાં નહોતું. શાહરુખે વેનિટી વેનથી સ્ટેજ પર આવતી વખતે જ વિકીને પૂછ્યું હતું કે શામજી આવ્યા છે કે નહીં?ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.