Western Times News

Gujarati News

નેહા કક્કડ ઈન્ડિયન આઈડલ ૧૩માં જજ તરીકે જાેવા મળશે 

ફરી એકવાર આ શો જજ કરવા માટે ખૂબ ઉત્સાહિત નેહાએ રડવાને લઈને ટ્રોલ થવા પર કહ્યું, હું તેમને દોષ ના આપી શકું કારણકે એવા કેટલાય લોકો છે જે સહેજ પણ ઈમોશનલ નથી

મુંબઈ,સિંગર નેહા કક્કડે ૧૫ વર્ષ લાંબા પોતાના કરિયરમાં કેટલાય રિયાલિટી શોને જજ કર્યા છે. રિયાલિટી શોમાં જજની ખુરશી પર બેસતી નેહા કેટલીયવાર કન્ટેસ્ટન્ટની કહાણી સાંભળીને કે તેમના ગીતમાં રહેલા દર્દને ઓળખીને રડતી જાેવા મળે છે. વારંવાર તેને રડતી જાેઈને તે ટ્રોલર્સના નિશાને આવતી રહે છે.

લોકોએ તેના આંસુને નકલી ગણાવીને તેને નૌટંકીમાં પણ ખપાવી દીધા છે. નેહા કક્કડે હાલમાં જ આપેલા ઈન્ટરવ્યૂમાં આ ટ્રોલર્સને જવાબ આપ્યો છે. ઈન્ટરવ્યૂમાં નેહાએ રડવાને લઈને ટ્રોલ થવા પર કહ્યું, “હું તેમને દોષ ના આપી શકું કારણકે એવા કેટલાય લોકો છે જે સહેજ પણ ઈમોશનલ નથી. જે લોકો ઈમોશનલ નથી તેમને હું ફેક લાગતી હોઈશ કે દેખાડો કરું છું તેવું લાગશે. જાેકે, જે લોકો મારી જેમ લાગણીશીલ છે તેઓ મને સમજી શકશે.

આજે ખૂબ ઓછા લોકો જાેવા મળે છે જે બીજા લોકોની પીડાને સમજે છે અને તેમની મદદ કરવા માગે છે. મારામાં એ ગુણ છે અને મને તેનો સહેજ પણ પસ્તાવો નથી. છેલ્લા થોડા વર્ષોથી રિયાલિટી શોઝમાં કન્ટેસ્ટન્ટ્‌સના અંગત જીવન પર વધુ પડતું ફોકસ કરવામાં આવે છે અને તેમના જીવનના સંઘર્ષને દેખાડવામાં આવે છે. આ કારણે જ રિયાલિટી શોના મેકર્સ પણ સોશિયલ મીડિયા પર ટીકાનો ભોગ બની ચૂક્યા છે.

જાેકે, નેહાનું માનવું છે કે, આ વાત શોનો અગત્યનો ભાગ છે. નેહાએ કહ્યું, “હું તેને ડ્રામા નહીં કહું. શોને રસપ્રદ બનાવવા માટે કેટલાક પાસા હોય છે. શોમાં જાે માત્ર સિંગિંગ કે ડાન્સિંગ હોય તો તે બોરિંગ થઈ જાય છે. એટલે જ અમારે કન્ટેસ્ટન્ટ્‌સના જીવન અને પરિવાર પર પણ ફોકસ કરવું પડે છે. દર્શકો પણ તેમની સાથે જાેડાય છે. જ્યારે દર્શકો જુએ કે કન્ટેસ્ટન્ટ કેટલાય સંઘર્ષોનો સામનો કરી, બલિદાન આપી અહીં પહોંચ્યો છે ત્યારે તેની સાથે જાેડાય છે.

ક્યાંકને ક્યાંક લોકોને પોતાનો સંઘર્ષ અને સિદ્ધિઓ પણ યાદ આવી જાય છે. ઈન્ડિયન આઈડલ’ની કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી નેહા કક્કડ છેલ્લી ત્રણ સીઝનથી શોની જજ છે. હવે ‘ઈન્ડિયન આઈડલ ૧૩’માં ફરી એકવાર જજની ખુરશી સંભાળતી જાેવા મળશે. આ વિશે વાત કરતાં નેહાએ કહ્યું, “છેલ્લા થોડા વર્ષોથી હું રિયાલિટી શો જજ કરતી આવી છું અને ફરીથી તેનો ભાગ બનીને ખુશ છું. હું નવા કન્ટેસ્ટન્ટ્‌સ અને અમે પસંદ કરેલા ટેલેન્ટને લોકો કેવો પ્રતિસાદ આપે છે તે જાેવા માટે ઉત્સુક છું.”ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.