Western Times News

Gujarati News

મોંઘી ગાડીમાં ફરતાં વિરાટ અને અનુષ્કા ટુ-વ્હીલર પર ઘરે ગયા

આજુબાજુના વાહનચાલકો ઓળખી પણ ના શક્યા

વિરાટ કોહલીએ ક્રિકેટ શિડ્યુલમાંથી બ્રેક લીધો છે ત્યારે પત્ની અનુષ્કા અને દીકરી વામિકા સાથે સમય વિતાવી રહ્યો છે

મુંબઈ,અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પાવરફુલ સેલિબ્રિટી કપલ પૈકીના એક છે. હાલ વિરાટ કોહલીએ ક્રિકેટ શિડ્યુલમાંથી બ્રેક લીધો છે ત્યારે પત્ની અનુષ્કા અને દીકરી વામિકા સાથે સમય વિતાવી રહ્યો છે. ઉપરાંત એન્ડોર્સમેન્ટના કમિટમેન્ટ પૂરા કરી રહ્યો છે. શનિવારે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા મુંબઈમાં એક વિજ્ઞાપનના શૂટિંગ માટે સેટ પર આવ્યા હતા.

જે પૂરું કર્યા બાદ કપલે પોતાની મોંઘીદાટ ગાડી છોડીને ટુ-વ્હીલર રાઈડની મજા માણી હતી. વિરાટ-અનુષ્કા ટુ-વ્હીલર પર બેસીને પોતાના ઘરે ગયા હતા. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિરાટ કોહલી ટુ-વ્હીલર ચલાવી રહ્યો હતો જ્યારે અનુષ્કા પાછળ બેઠી હતી. બંનેએ હેલ્મેટ પહેર્યા હતા. વરસાદી માહોલ છે ત્યારે અનુષ્કા શર્માએ છત્રી પણ લીધી હતી.

લૂકની વાત કરીએ તો, બ્લેક ટી-શર્ટ અને બ્લેક ટ્રાઉઝરમાં અનુષ્કા સુંદર લાગતી હતી. જ્યારે વિરાટે ગ્રીન રંગનું શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું હતું. સ્કૂટર રાઈડ શરૂ કરતાં પહેલા વિરાટ-અનુષ્કાએ ખુશી-ખુશી મીડિયાના ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યો હતો. અનુષ્કા શર્માએ પ્રોફેશનલ લાઈફમાંથી ખાસ્સો લાંબો બ્રેક લીધો હતો. ૨૦૧૮માં આવેલી ફિલ્મ ‘ઝીરો’ બાદ અનુષ્કા એકપણ ફિલ્મમાં દેખાઈ નથી.

અનુષ્કા શર્મા પતિ વિરાટ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવામાં વ્યસ્ત હતી. દરમિયાન ૨૦૨૦માં કોરોના મહામારી આવી અને તે દરમિયાન જ ૨૦૨૧માં અનુષ્કા શર્માએ દીકરી વામિકાને જન્મ આપ્યો એટલે તેનું કમબેક થોડું વધુ લંબાઈ ગયું. લગભગ ચારેક વર્ષ બાદ અનુષ્કા શર્મા હવે ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’ દ્વારા ફિલ્મી પડદે પાછી ફરી રહી છે. ભારતીય મહિલા ક્રિકેટર ઝૂલણ ગોસ્વામીની આ બાયોપિકનું શૂટિંગ હાલ અનુષ્કા શર્મા કરી રહી છે.

ફિલ્મમાં અનુષ્કા ઝૂલણ ગોસ્વામીના રોલમાં છે. અનુષ્કા શર્માની આ ફિલ્મ આવતા વર્ષે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. મહત્વનું છે કે, ‘ઝીરો’માં અનુષ્કા શર્મા સાથે શાહરૂખ ખાન અને કેટરિના કૈફ પણ હતા.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.