Western Times News

Gujarati News

ડાંગના મતદાન મથકોની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ભાવિન પંડ્યા

ડાંગ જિલ્લાના મતદાન મથકોની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ભાવિન પંડ્યા :”મતદાર યાદી સુધારણા કાર્યક્રમ” નો લાભ લેવા મતદારો તથા પ્રજાજનોને અનુરોધ 

(ડાંગ માહિતી બ્યુરો): આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને રાજયભરમા ચાલી રહેલા “મતદારયાદી સુધારણા અભિયાન” કાર્યક્રમની ડાંગ કલેક્ટર શ્રી ભાવિન પંડયાએ જાત મુલાકાત લીધી હતી. ડાંગ જિલ્લાના ખાપરી, ભવાનદગડ, ધૂળચોંડ, વઘઈ જેવા મતદાન મથકોએ હાથ ધરાયેલી કામગીરીનુ નિરીક્ષણ કરતા, કલેક્ટર-વ-જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પંડયાએ, આ કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓને ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.

કલેક્ટરશ્રીની આ મુલાકાત વેળા તેમની સાથે ચૂંટણી મામલતદાર શ્રી એમ.જે. ભરવાડ સહિતના કર્મચારી/અધિકારીઓ વિગેરે જોડાયા હતા.ઉલ્લેખનિય છે કે, ૧૭૩- ડાંગ વિધાનસભા મતદાર વિસ્તારમા કુલ ૩૩૫ મતદાન મથકો છે. જેના ઉપર કુલ ૧ લાખ ૮૮ હજાર ૫૯૨ મતદારો નોંધાયા છે.

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન તા. ૦૧/૦૧/૨૦૨૨ ની સ્થિતિએ ૧૮ વર્ષ પૂર્ણ કરનારા નવા મતદારોના નામ દાખલ કરવાની સાથે, નામ/સરનામા/ફોટોગ્રાફ્સ વિગેરેમા સુધારા સહિતની કામગીરી પણ હાથ દરવામા આવી છે. જે માટે જિલ્લાના મતદારોએ પોતાના મતદાન મથકના બ્લોક લેવલ ઓફિસર કે મામલતદાર કચેરીનો સંપર્ક સાધવાનો રહે છે.

મતદાર યાદી સુધારણાના નિયત કાર્યક્રમ મુજબ આગામી તા. ૨૮/૦૮/૨૦૨૨, તા. ૦૪/૦૯/૨૦૨૨, અને તા. ૧૧/૦૯/૨૦૨૨ ને રવિવારના દિવસે આ કામગીરી હાથ ધરવામા આવશે, જેનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.