Western Times News

Gujarati News

રાજ્યના માજી સૈનિક સંગઠન દ્વારા ૧૦થી વધુ પડતર માંગણીઓ પૂરી નહીં થવાના કારણે સરકાર સામે ફરીથી આંદોલન

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) ગુજરાતના માજી સૈનિક સંગઠનની પડતર માંગણીઓ પૂરી કરવા માટે ગુજરાત સરકાર તાત્કાલિક પરિપત્ર કરે અને આપેલું વચન પૂરું કરે તેવી ઉગ્ર માંગ નિવૃત્ત સૈનિકો દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં માજી સૈનિકોના સંગઠન દ્વારા ખાસ બેઠક કરવામાં આવનાર હતી.

જાેકે અગમ્ય કારણોસર આ બેઠક આજે સાંજે મળશે તેવી સ્પષ્ટતા માજી સૈનિક સંગઠન દ્વારા કરવામાં આવી છે. ગુજરાત સરકારે નિવૃત્ત જવાનોની પડતર માંગણીઓ પૂરી નહીં કરી હોવાના કારણે આજે રાજ્યભરના માજી સૈનિકોનું સંગઠન ગાંધીનગર આવ્યું હતું અને સરકાર સામે મોરચો ખોલ્યો હતો

તો બીજી તરફ ગુજરાત સરકારે માજી સૈનિકોની માગણીઓના અનુસંધાનમાં શહીદ વીર જવાનોના પરિવારોને અપાતા આર્થિક રાહત લાભ ઉપરાંત ગેલેન્ટરી એવોર્ડ ની રકમ માં વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરી હતી આ ઉપરાંત અન્ય પડતર માગણીઓના અનુસંધાનમાં ગુજરાત સરકારે સચિવ કક્ષાના ઉચ્ચ અધિકારીઓની એક ખાસ કમિટી બનાવી છે જે તમામ બાબતોની સમીક્ષા કરીને સરકારને રિપોર્ટ કરશે અને ત્યારબાદ ગુજરાત સરકાર અન્ય પડતર માગણીઓ અંગે મહત્વનો નિર્ણાય કરશે.

રાજ્યના માજી સૈનિક સંગઠન દ્વારા ૧૦ થી વધુ પડતર વિવિધ માંગણીઓ પૂરી નહીં થવાના કારણે આજે ગુજરાત સરકાર સામે ફરીથી આંદોલન શરૂ કર્યું છે આ અંગે માજી સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નિમાવતે મીડિયા સાથેની વાતચીતમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગુજરાત સરકારે આજે કરેલી આ જાહેરાત એ માત્ર લોલીપોપ સમાન છે

એટલું જ નહીં આ અગાઉ પણ ગુજરાત સરકાર સાથે માજી સૈનિક સંગઠન ના હોદ્દેદારોએ તબક્કાવાર મંત્રણાઓ કરી હતી જેમાં આખરી મંત્રના સમયે અમારી માગણીઓ માત્ર એક સપ્તાહની અંદર પૂરી કરવાનો આ સરકારે વચન આપ્યું હોવા છતાં આજે બે મહિના પૂરા થઈ ગયા છે તેમ છતાં અમારી પડતર માગણીઓ સરકાર પૂરી કરી શકી નથી

એટલું જ નહીં સરકાર અમારી માગણીઓ પૂરી કરવા માંગે છે તો આ બાબતનો પરિપત્ર પણ સરકાર કેમ કરતી નથી ? તેવો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો આ તબક્કે તેમણે કહ્યું કે અમારા માજી સૈનિક સંગઠનની હવે માત્ર એક જ માગણી છે કે ગુજરાત સરકાર અમારી માગણીઓની બાબતમાં આજે જ સંગઠન સાથે ફરીથી બેઠક કરી તેમની લાગણી અને રજૂઆત સાંભળી ઉપરાંત સરકાર અમારી જે માગણીઓ પૂરી કરવા માંગે છે

તેનો પરિપત્ર આજે જ કરે તેવી પ્રબળ માંગણી સંગઠન દ્વારા કરવામાં આવી છે ઉપરાંત તેમણે કહ્યું કે જાે રાજ્ય સરકાર અમારી માગણીઓ જ્યાં સુધી નહીં પૂરી કરે ત્યાં સુધી ગુજરાત માજી સૈનિક સંગઠન ગાંધીનગર નહીં છોડે તેવી ચીમકી ઉચ્ચારી છે કે માજી સૈનિકોના વિરોધ પ્રદર્શન સામે આજે ગુરુ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સંગઠનના હોદ્દેદારોની મહત્વની બેઠક પર મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.