Western Times News

Gujarati News

સોનાલી ફોગાટનું ગોવામાં હાર્ટ એટેકના કારણે નિધન

Bigg Boss 14 Contestant and BJP Leader Sonali Phogat passes away due to heart attack in Goa.

ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટનું ગોવામાં હ્રદયરોગના હુમલાથી નિધન

મુંબઇ,ટિકટોક સ્ટાર અને ભારતીય જનતા પાર્ટી નેતા સોનાલી ફોગાટનું નિધન થયું છે. સોનાલી ફોગાટનું ગોવામાં હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. સોનાલી ફોગાટે ૨૦૧૯માં હરિયાણાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર આદમપુરથી વિધાનસભા ચૂંટણી લડી હતી.

ચૂંટણી દરમિયાન, તે ટિકટોક પરના તેના વીડિયો માટે પણ ખૂબ જ લોકપ્રિય હતી. ફોગાટે ૨૦૧૯માં હરિયાણાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર આદમપુરથી વિધાનસભા ચૂંટણી લડી હતી. ચૂંટણી દરમિયાન, તે ટિકટોક પરના તેના વીડિયો માટે પણ ખૂબ જ લોકપ્રિય હતી.

બીજેપી નેતા અને અભિનેત્રી સોનાલી ફોગાટનું સોમવારે રાત્રે ગોવામાં હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેના મૃત્યુના થોડા સમય પહેલા સોનાલી ફોગાટે પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ સાથે તેણે ટિ્‌વટર એકાઉન્ટ પર પોતાનું પ્રોફાઈલ પિક્ચર પણ બદલ્યું છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે તે તેના કેટલાક સ્ટાફ મેમ્બર સાથે ગોવા ગઈ હતી. સોનાલી ફોગાટ રિયાલિટી શો બિગ બોસ-૧૪નો ભાગ હતી. આ શો દરમિયાન તેણે પોતાના અંગત જીવન વિશે ઘણા ખુલાસા કર્યા. તેણે કહ્યું હતું કે તેના પતિના મૃત્યુ પછી એક વ્યક્તિ તેના જીવનમાં મોટો બદલાવ લઈને આવ્યો હતો, કેટલાક કારણોસર આ સંબંધ આગળ વધી શક્યો ન હતો.

જાે કે, સોનાલીએ તે વ્યક્તિનું નામ જાહેર કર્યું નથી.૨૦૧૯ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં સોનાલી ફોગટ આદમપુર વિધાનસભા સીટથી ચૂંટણી લડી હતી. પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો. સોનાલીને કુલદિપ બિશ્નોઈએ હરાવ્યા હતા. કુલદિપ બિશ્નોઈ હવે ભાજપમાં કાર્યરત છે. આ બેઠક પરથી તેઓ પોતાના પુત્રને ચૂંટણીમાં ઉભા રાખવા ઈચ્છે છે.HM


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.