Western Times News

Gujarati News

કૃણાલ, રિદ્ધી અને કેવિનની જુગલબંધી શેમારૂમી પર  થઈ રહી છે સ્ટ્રીમ, ‘નાડીદોષ’

મુંબઈ,  તહેવારોની સિઝન ચાલી રહી છે. ગુજરાતીઓ મન મૂકીને ઉત્સવો ઉજવવામાં વ્યસ્ત છે. ત્યારે, ગુજરાતીઓનું મનગમતું ઓટીટી પ્લેટફોર્મ શેમારૂમી પોતાના દર્શકો માટે એક સરસ મજાની હળવીફૂલ ભેટ લઈને આવ્યું છે.

રજાઓના માહોલમાં ખડખડાટ હસવા માટે તૈયાર થઈ જાવો, કારણ કે શેમારૂમી પર આ વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ ‘નાડીદોષ’ સ્ટ્રીમ થઈ રહી છે.

થિયેટરમાં દર્શકોને જોરદાર મજા કરાવ્યા બાદ હવે ‘નાડીદોષ’ તમારા ડ્રોઈંગરૂમ, તમારા મોબાઈલ સુધી શેમારૂમી લઈને આવ્યું છે. તમે તમારી આસપાસના લોકો પાસેથી આ ફિલ્મના વખાણ સાંભળ્યા જ હશે. આ ફિલ્મ તેના નામ પ્રમાણે ‘નાડીદોષ’ની માન્યતા પર હળવીફૂલ સિચ્યુએશનલ કોમેડી છે.

એક જ ઓફિસમાં સાથે કામ કરતા કેવિનને રિધ્ધી પ્રેમ કરે છે. રિદ્ધિનો સુપરકૂલ ભાઈ પણ બહેનની ખુશીમાં ખુશ છે. પરંતુ રિદ્ધિ અને કેવિન બંનેની ફીલિંગ્સ મ્યુચ્યુઅલ થાય છે. અને પરિવાર પણ આ લગ્ન માટે તૈયાર થઈ જાય છે. બધું જ સારું ચાલતું હોય ત્યાં જ રિદ્ધિના પપ્પાને ખબર પડે છે કે કેવિન અને રિદ્ધિના બંનેને નાડીદોષ છે.

પરંપરાગત માન્યતાઓમાં માનતા રિદ્ધિના પપ્પા આ લગ્નની ના પાડી દે છે. હવે આ લગ્ન માટે રિદ્ધિનો ભાઈ કૃણાલ શું મદદ કરે છે?શું કૃણાલ પોતાની બહેનને એને ગમતી ખુશી આપી શક્શે?  શું રિદ્ધિ અને કેવિન ભેગા થશે? બંને પરિવારની મરજીથી લગ્ન કરે છે કે મરજી વગર? આ સવાલોના જવાબ જાણવા માટે તમારે શેમારૂમી પર ફિલ્મ જ જોવી પડશે.

આપણા સમાજમાં નાડીદોષને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે. ત્યારે આ ફિલ્મ આ જ મુદ્દા પર હળવાશથી પ્રકાશ પાડી જાય છે. આ ન્યૂ એજ લવસ્ટોરી ખાસ કરીને યુવાઓને ખૂબ જ પસંદ પડી છે.

રિવારની માન્યતાઓ અને યુવાનોના પ્રેમમાંથી જીત કોની થાય છે, તે ખાસ જોવું રહ્યું. ભલે ગમે તે દોષ હોય, પરંતુ લગ્ન માટે સૌથી મોટી જરૂરિયાત પ્રેમ છે અને પ્રેમ હોય તો બધું જ શક્ય છે, એ વાત નાડીદોષ સાવ સરળતાથી બધા જ સુધી પહોંચાડે છે. સાથે જ પહેલીવહેલીવાર ગુજરાતી ફિલ્મમાં તમને ગોવાના સુંદર દ્રશ્યો પણ માણવા મળશે.

પોતાની આ સફળ ફિલ્મ શેમારૂમી પર સ્ટ્રીમ થવા બાબતે પ્રોડ્યુસર્સ નિલય ચોટાઈ, મુન્ના શુકુલ અને હર્ષદ શાહ ખૂબ જ ખુશ છે. તો ડિરેક્ટર ક્રિષ્નદેવ યાજ્ઞિકનું કહેવું છે કે,’શેમારૂમીએ ગુજરાતી મનોરંજન જીવતું રાખવા સાથે સાથે એક નવા સ્તર સુધી પહોંચાડ્યું છે, ત્યારે નાડીદોષ જેવા સબ્જેક્ટને ઘર ઘર સુધી પહોંચાડવા આ પ્લેટફોર્મ બેસ્ટ છે. શેમારૂમીના દર્શકો આ ફિલ્મને વધાવી લેશે.

છેલ્લો દિવસ જેવી પાથબ્રેકર ફિલ્મ આપી ચૂકેલા ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકે ‘નાડીદોષ’ની વાર્તા લખી છે, અને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં યશ સોની અને જાનકી બોડીવાલાની સાથે રોનક કામદારનું સુપરકૂલ ભાઈ તરીકે પાવરપેક્ડ પર્ફોમન્સ છે. તો ફિલ્મમાં આશિષ કક્કડ, પ્રશાંત બારોટ અને દીપિકા રાવલ જેવા વરિષ્ઠ કલાકારો પણ છે.

ગુજરાતી મનોરંજન ક્ષેત્રે શેમારૂમી સૌથી વધુ અને નવું કન્ટેન્ટ ધરાવતું પ્લેટફોર્મ છે. શેમારૂમી પર દર અઠવાડિયે એક નવી મૂવી, વેબસિરીઝ કે નાટક રિલીઝ થઈ રહ્યા છે. 500થી વધુ ગુજરાતી નાટકો, ફિલ્મો, વેબસિરીઝ ધરાવતું આ વિશ્વનું એકમાત્ર પ્લેટફોર્મ છે. આનંદની વાત એ છે કે વિશ્વના કોઈ પણ ખૂણેથી તમે પોતાની ભાષાનું મનોરંજન શેમારૂમી પર માણી શકો છો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.