Western Times News

Gujarati News

રશિયામાં પકડાયેલો આતંકી આઈએસઆઈએસનો છે

આત્મઘાતી હુમલાખોરના ટાર્ગેટ પર નુપૂર શર્મા હતાં

આઝમોવનું માનવું છે કે, નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદનું અપમાન કર્યું છે તેથી તેને ખતમ કરી દેવી જાેઈએ

નવી દિલ્હી, રશિયા ખાતે અટકાયતમાં લેવાયેલ ઈસ્લામિક સ્ટેટ જેને ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા (ISIS) તરીકે ઓળખવામાં આવે છે, તે આત્મઘાતી હુમલાખોરને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સસ્પેન્ડેડ નેતા નુપુર શર્માની હત્યા માટે એકમાત્ર કામ સોપવામાં આવ્યું છે.

અહેવાલ અનુસાર, ૧૯૯૨માં જન્મેલા આઝમોવને તુર્કીમાં આઈએસદ્વારા ભરતી કરવામાં આવ્યો હતો અને તેને અહીં તાલીમ આપવામાં આવી હતી. આઝમોવનું માનવું છે કે, નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદનું અપમાન કર્યું છે તેથી તેને ખતમ કરી દેવી જાેઈએ.

યોજના હેઠળ તેને ભારતીય વિઝા મેળવવા માટે રશિયા મોકલવામાં આવ્યો હતો. સુત્રોએ જણાવ્યું હતું કે, નવી દિલ્હી પહોંચતા જ તેમને સ્થાનિક સ્તરે મદદ પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આઝમોવે ખુલાસો કર્યો હતો કે, તે ઓનલાઈન કટ્ટરપંથી બની ગયો છે.તેને ઓપરેશનના બીજા તબક્કા હેઠળ રશિયા મોકલવામાં આવ્યો હતો.

એક વિદેશી આતંકવાદ વિરોધી એજન્સીએ ૨૭ જુલાઈના રોજ ભારતને રશિયામાં ધરપકડ કરાયેલા હુમલાખોર અંગે માહિતી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વિદેશી આતંકવાદ વિરોધી એજન્સીએ ભારતને કહ્યું હતું કે, કિર્ગિસ્તાન અને ઉઝબેકિસ્તાનના ૨ આત્મઘાતી હુમલાખોરો ભારતમાં આતંકવાદી હુમલાની તૈયારી કરી રહ્યા છે.

તેમાંથી એક તુર્કીમાં સ્થિત હતો.ભારતને કહેવામાં આવ્યું હતું કે, તેઓ રશિયાના માર્ગે આવશે અને આવેદન ઓગસ્ટમાં મોસ્કો ખાતે દૂતાવાસ અથવા અન્ય કોઈ વાણિજ્ય દૂતાવાસમાં જશે. આ વિગતો ભારત દ્વારા રશિયા સાથે શેર કરવામાં આવી હતી. ત્યાર બાદ રશિયન ફેડરલ સિક્યુરિટી સર્વિસ (એફએસબી) દ્વારા આઝમોવની અટકાયત કરવામાં આવી હતી.

જ્યારે ભારતીય એજન્સીઓને ઈનપુટ મળતાની સાથે જ એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)એનેટવર્કની કમર તોડવા માટે દેશભરમાં બેઠકો યોજી હતી. ત્યાર બાદ એજન્સીએ આઈએસવિરૂદ્ધ સતત કાર્યવાહી શરૂ કરી હતી. સાથે જ બે દિવસમાં ઓછામાં ઓછા ૩૫ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા અને શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી હતી.

રશિયન સુરક્ષા એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ વાત પ્રસ્થાપિત કરવામાં આવી છે કે એપ્રિલથી જૂન ૨૦૨૨ની અવધિમાં એક વિદેશી નાગરિકની આઈએસએ તુર્કીમાં એક આત્મઘાતી હુમલાખોરના રૂપમાં ભરતી કરવામાં આવી હતી. ટેલીગ્રામ માધ્યમથી દૂરસ્થ સ્વરૂપમાં અને ઈસ્તાંબુલમાં અંગત મીટીંગો દરમિયાન આતંકવાદી સંગઠનના એક પ્રતિનિધિ દ્વારા કટ્ટરપંથી ઉપદેશ માટે તાલીમ આપવામાં આવી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.