Western Times News

Gujarati News

વળતરને ૧૯.૫૮ લાખથી વધારીને ૭૧.૪૦ લાખ ચૂકવવા GSRTCને આદેશ

અમદાવાદ, કમાતી વ્યક્તિનું અકાળે મોત થઈ જાય તો ઘર પર મોટી આફત આવી જતી હોય છે, ઘરમાં જે રૂપિયા આવતા હોય છે તે આવવાના બંધ થઈ જતા હોય છે જેના કારણે ઘરનું અર્થતંત્ર ખોરવાઈ જતું હોય છે.

આવો જ એક કેસ સામે આવ્યું છે કે જેમાં ટ્રીબ્યુનલ કોર્ટ દ્વારા જે વળતર આપવાની વાત કરવામાં આવી હતી તેમાં હાઈકોર્ટ દ્વારા વ્યક્તિની આવક અને તે સમયની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગણતરી કરવામાં આવી છે.

એટલે કે ટ્રીબ્યુનલ દ્વારા જે વળતર નક્કી કરવામાં આવ્યું હતું તેમાં ત્રણ ગણા કરતા વધુનો વધારો કરવામાં આવ્યો છે. આ કેસમાં મૃતક વ્યક્તિ વિદેશમાં નોકરી કરતી હોવાની વાતને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. ઘટના એવી છે કે ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ બનેલી ઘટનામાં ૨૭ વર્ષના યુવકે જીવ ગુમાવ્યો હતો. મૃતક વ્યક્તિ ઈનોવા કારમાં સવાર હતો અને તેનો અકસ્માત GSRTC બસ સાથે થયો હતો.

મૃતક વ્યક્તિ અન્ય એક વ્યક્તિ સાથે ડ્રાઈવરને લઈને પોતાના ભાઈના લગ્નમાં ગોધરા જઈ રહ્યા હતા, આવામાં GSRTCના બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા તે અરબની એક કંપનીમાં એક્ઝિક્યુટિવ ફેસિલિટી મેનેજર તરીકે ફરજ બજાવતા વ્યક્તિની સાથે અન્ય એકનું પણ મોત થઈ ગયું હતું જ્યારે ડ્રાઈવર ઘાયલ થયો હતો.

અકસ્માતમાં મૃત્યુ પામેલા અને સાઉદી અસરમાં નોકરી કરતા ૨૭ વર્ષનો વ્યક્તિનો તે સમયે પગાર રીયાધમાં મહિને ૭૫૦૦ રિયાલ હતો જે ભારત પ્રમાણે ૧.૨૨ લાખ રૂપિયા થાય છે. આ અકસ્માત બાદ મૃતકના પરિવારે આવક પ્રમાણે ૨.૫ કરોડ રૂપિયાના વળતરની માગણી કરી હતી.

જાેકે, ટ્રીબ્યુનલે ૧૯.૫૮ લાખ વળતર નક્કી કર્યું હતું. આ પછી હાઈકોર્ટમાં તેને પડકારવામાં આવ્યું હતું. જે બાદ પરિવાર દ્વારા એક્સિડેન્ટ ક્લેઈમ્સ ટ્રીબ્યુનલમાં વળતર અંગે અરજી કરી હતી. જેની સામે યુવકની તે સમયની સ્થિતિને જાેઈને ૧૯.૫૮ લાખ રૂપિયાનું વળતર નક્કી કરવામાં આવ્યું હતું.

પરંતુ તે વિદેશમાં નોકરી કરતો હતો તે પ્રમાણે સંતોષકારક વળતર ના મળ્યું હોવાનું કહીને મૃતકના પરિવાર દ્વારા હાઈકોર્ટના દ્વારા ખખડાવામાં આવ્યા હતા. રિપોર્ટ્‌સ મુજબ ટ્રીબ્યુનલ દ્વારા ૧૯.૫૮ રૂપિયાનું વળતર આપવાનું નક્કી કરવામાં આવ્યું જેની સામે વળતરની રકમની ગણતરી ખોટી રીતે થઈ હોવાનું કહીને મૃતકના પરિવાર દ્વારા વધુ વળતર આપવાની માગણી કરી હતી.

આ મામલે GSRTC દ્વારા અપીલને પડકારી હતી પરંતુ હાઈકોર્ટે અન્ય ચૂકાદા અને સિદ્ધાંતોનો અભ્યાસ કરીને મૃતકના કુટુંબીજનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતને આંશિક ગ્રાહ્ય રાખી હતી. આ અંગે કોર્ટે આદેશ કરીને ઠરાવ્યું કે, “મૃતકની જે આવક હતી એ વિદેશમાં હતી.

તેથી વિદેશની નોકરી અને ભારતની નોકરી વચ્ચે સમાનતાનો દાવો કરી એટલી જ આવકની ગણતરી કરી શકાય નહીં. જાેકે, સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાયદાથી સ્પષ્ટ થાય છે કે વળતરની રકમ વ્યાજબી હોવી જાેઈએ, કોઈ અંધાધૂંધ નફાખોરી ના હોવી જાેઈએ.

હાઈકોર્ટે આ અંગે ર્નિણય લેતા જણાવ્યું કે, “આ મામલે મૃતકની યોગ્યતા મુજબનું કામ ભારતમાં કોઈ કરતું હોય તો તેની માસિક આવક ૫૦ હજાર રૂપિયાની થાય, જેથી માસિક રૂપિયા ૫૦ હજાર મુજબની ગણતરી કરીને વળતરની ચૂકવણી કરવી જાેઈએ. જેમાં ૪૦ ટકા પ્રસ્તાવિત આવકની ઉમેરણી કરતા રૂપિયા ૭૦ હજાર થાય.

જેમાંથી ૩૫ હજાર રૂપિયા વ્યક્તિગત ખર્ચને બાદ કરતા ૩૫ હજાર રૂપિયા વધે. જેને ૧૨ મહિના સાથે ગણતા વાર્ષિક રૂપિયા ૪.૨૦ લાખ થાય અને ૧૭ વર્ષ સાથે તેની ગણતરી કરતા ૭૧.૪૦ લાખ રૂપિયા થાય.” આ સિવાય ૩૦ હજાર ખર્ચ ગઈને ૭૧.૭૦ની ચૂકવણી કરવા આદેશ કર્યો છે.

આમ જે ૧૯.૫૮ લાખ રૂપિયા આપવાનો ટ્રીબ્યુનલ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો તેની સામે નવી ગણતરીના આધારે ૭૧.૪૦ લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે. એટલે કે હવે GSRTCએ ૧૯.૫૮ લાખ ચૂકવ્યા હોવાથી બાકીના ૫૧.૧૨ લાખ જમા કરાવવાના રહેશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.