Western Times News

Gujarati News

ઈન્ડિયન આર્મીમાં અગ્નીવીર તરીકે જોડાવા અમૂલ્ય તક

ગુજરાતના યુવાનોની આર્મીમાં અગ્નીવીર તરીકે વધુમાં વધુ ભરતી થઇ શકે તે હેતુથી ઇન્ડિયન આર્મી રીક્રુટમેન્ટ રેલી  ગુજરાત યુનિવર્સીટી સ્પોર્ટ્સ કોપ્લેક્ષ, નવરંગપુરા,અમદાવાદ ખાતે ૧૫-ઓક્ટોમ્બર-૨૦૨૨ થી ૦૮-નવેમ્બર-૨૦૨૨ ના સમયગાળા દરમિયાન યોજાશે.

આ ભરતી રેલીમાં ભાગ લેવા ઈચ્છુક ઉત્સાહી પુરુષ ઉમેદવારોએ તા. ૦૩-સપ્ટેમ્બર-૨૦૨૨ સુધીમાં www.joinindianarmy.nic.in પર  ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે. ઉપરોક્ત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે ફરજીયાત વેલીડ ઈ-મેઈલ આઈડી, એજ્યુકેશન સર્ટીફિકેટ, પર્સનલ ડિટેલ્સ, ડોમીસાઈલ સર્ટીફિકેટ, મોબાઈલ નંબરની વિગતો ભરવાની રહેશે.

ઇન્ડિયન આર્મી રેલી “અગ્નિવીર” જી.ડી. માં જોડાવવા માટે ૧૭.૫ થી ૨૩ વર્ષ ની ઉમર,૧૬૮ સે.મી હાઈટ, ૧૦ પાસ ૪૫% સાથે, “અગ્નિવીર” ટ્રેડસમેન માં જોડાવવા માટે ૧૭.૫ થી ૨૩ વર્ષ ની ઉમર,૧૬૮ સે.મી હાઈટ, ૧૦ પાસ, , “અગ્નિવીર” ટ્રેડસમેન (હાઉસકીપર, મેસ કીપર) માં જોડાવવા માટે ૧૭.૫ થી ૨૩ વર્ષ ની ઉમર,૧૬૮ સે.મી હાઈટ,

૦૮પાસ, “અગ્નિવીર” ટેકનીકલ  માં જોડાવવા માટે ૧૭.૫ થી ૨૩ વર્ષ ની ઉમર,૧૬૭ સે.મી હાઈટ, ૧૨ સાયન્સ ૫૦% સાથે  પાસ, “અગ્નિવીર”કલાર્ક  માં જોડાવવા માટે ૧૭.૫ થી ૨૩ વર્ષ ની ઉમર,૧૬૨ સે.મી હાઈટ, ૧૨ પાસ ૬૦% સાથે, પાસ કરેલ હોય તેવા પુરુષ ઉમેદવારો ઓનલાઈન  એપ્લાય કરી શકશે.

આથી ઓનલાઈન એપ્લીકેશન કર્યા બાદ ફીજીકલ ટેસ્ટ માટે ૧૮-સપ્ટેમ્બર-૨૨ થી ૨૫-સપ્ટેમ્બર-૨૨ માં ઉમેદવારના  ઈ-મેઈલ અને મોબાઈલ પર મેસેજ આવશે, જેમાં ફીજીકલ એક્ઝામ ની તારીખ સમય વગેરે દર્શાવવામાં આવશે.

આ બાબતે વધુ માહિતી માટે મદદનીશ નિયામક(રોજગાર) ની કચેરી, પ્રથમ માળ, બ્લોક-એ, બહુમાળીભવન, અસારવા, અમદાવાદ અથવા  એ.આર.ઓ ઓફીસ અમદાવાદના હેલ્પ લાઈન નંબર ૦૭૯ – ૨૨૮૬૧૩૩૮ તેમજ ૯૯૯૮૫૫૩૯૨૪ પર સંપર્ક કરવા જણાવવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.