Western Times News

Gujarati News

સોનાલી ફોગાટ મોત કેસની તપાસ CBIને સોંપવા હરિયાણા સરકારની માંગ

ચંદીગઢ, હરિયાણા સરકારે સોનાલી ફોગાટ હત્યા કેસને લઈને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતને પત્ર લખ્યો છે. હરિયાણા સરકારે કહ્યું કે સોનાલી ભોગાટ હત્યા કેસની સીબીઆઈ તપાસ કરવામાં આવે. સોનાલીના પરિવારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને મળીને આ કેસની તપાસ સીબીઆઈ તાપે કરાવવાની માંગ કરતી લેખિત અરજી આપી હતી.

સોનાલીના પરિવારે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે આ હત્યાકાંડમાં મોટા ચહેરા પણ સામેલ હોઈ શકે છે. હરિયાણા સરકારે પરિવારના આ પત્રના આધાર પર ગોવાના મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માંગ કરી છે.

આ મામલામાં ગોવા પોલીસે કહ્યું કે પોલીસ અધિકારીઓનું એક દળ સોનાલી ફોગાટના પરિવાર દ્વારા લગાવવામાં આવેલા કેટલાક આરોપો અને શંકાની પુષ્ટિ માટે મંગળવારે હરિયાણાના હિસાર જશે.

તો ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યુ છે કે જાે જરૂર પડી તો સોનાલી ફોગાટ હત્યાકાંડ સીબીઆઈને ટ્રાન્સફર કરી દેવામાં આવશે. મુખ્યમંત્રી સાવંતે કહ્યુ કે તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું કે હરિયાણાના મુખ્યમંત્રીને તપાસની માહિતી આપવામાં આવી છે. તમામ રિપોર્ટ ડીજીપી હરિયાણાને મોકલવામાં આવ્યા છે. જરૂર પડી તો સીબીઆઈને સામેલ કરવામાં આવશે.

૪૨ વર્ષીય હરિયાણા ભાજપની નેતા અને અભિનેત્રી સોનાલી ફોગાટને ૨૩ ઓગસ્ટે ઉત્તરી ગોવાના અંજુના સેન્ટ એન્થોની હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેના શરીરમાં ઈજાના નિશાનનો ખુલાસો થયો હતો.

ત્યારબાદ ગોવા પોલીસે હત્યાનો કેસ દાખલ કર્યો હતો. ગોવા પોલીસે કહ્યું કે સોનાલીને તેના બે સહયોગીઓએ બળજબરી પૂર્વક ડ્રગ્સ આપ્યું હતું. આ કેસમાં સોનાલીના પીએ સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.