Western Times News

Gujarati News

આખી રાત ધરણા પર બેસી રહ્યા આપ ધારાસભ્યો

નવીદિલ્હી, દિલ્લીમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે રાજકીય લડાઈ તેજ થઈ ગઈ છે. બંને પક્ષના ધારાસભ્યો એકબીજાનો વિરોધ કરી રહ્યા છે.

આમ આદમી પાર્ટીના ધારાસભ્યો માંગ કરી રહ્યા છે કે લેફ્ટનન્ટ ગવર્નર વિરુદ્ધ કાર્યવાહી થવી જાેઈએ અને તેમને પદ પરથી હટાવવા જાેઈએ. બીજી તરફ ભાજપ દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના રાજીનામાની માંગ કરી રહી છે. દારૂની નીતિમાં કથિત ગોટાળાને લઈને ભાજપ મનીષ સિસોદિયાના રાજીનામાની માંગ કરી રહી છે.

આમ આદમી પાર્ટી દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં આપ નેતા આતિશી મારલીના આરોપ લગાવી રહી છે કે જ્યારે વિનય સક્સેના કેવીઆઇસીના ચેરમેન હતા ત્યારે ૧૪૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ થયુ હતુ. અમે ઈચ્છીએ છીએ કે સીબીઆઈ-ઈડી આ મામલાની તપાસ કરે કારણ કે તે સીધો મની લૉન્ડ્રીંગ કેસ છે. સીબીઆઈ અને ઈડીની તપાસ ન થાય ત્યાં સુધી એલજીએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દેવુ જાેઈએ.

પીએમ મોદી ગુજરાતના પ્રવાસે પહોંચ્યા, અમદાવાદ અને કચ્છમાં વિકાસ કામોના લોકાર્પણ કરશે!પીએમ મોદી ગુજરાતના પ્રવાસે પહોંચ્યા, અમદાવાદ અને કચ્છમાં વિકાસ કામોના લોકાર્પણ કરશે!

બીજી તરફ ભારતીય જનતા પાર્ટી તરફથી સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આપ ધારાસભ્યોની ગેરહાજરી પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ભાજપ ધારાસભ્ય રામવીર સિંહ બિધુરીએ વીડિયો ટ્‌વીટ કરીને કહ્યુ કે આપના ૬૨ ધારાસભ્યોમાંથી માત્ર ૧૦ જ અહીં વિરોધ પ્રદર્શનમાં જાેવા મળે છે. દિલ્લીના મુખ્યમંત્રી અને અન્ય નેતાઓ ઘરે આરામથી બેઠા છે.

દિલ્લી સેક્રેટરી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જાેઈ શકાય છે કે ભાજપના નેતાઓ મનીષ સિસોદિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને તેમના રાજીનામાની માંગ કરી રહ્યા છે.

અરવિંદ કેજરીવાલે દિલ્લી વિધાનસભાના બે દિવસીય વિશેષ સત્રમાં વિશ્વાસ મતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વિશ્વાસ મત પહેલા માર્શલે હંગામાને કારણે ભાજપના તમામ ધારાસભ્યોને ગૃહમાંથી કાઢી મૂક્યા હતા.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.