Western Times News

Gujarati News

ટાટા કેમિકલ્સના પ્રયાસોથી ગુજરાતમાં વ્હેલ શાર્કનો શિકાર સંપૂર્ણપણે બંધ થયો

ટાટા કેમિકલ્સે અત્યાર સુધી 850થી વધારે વ્હેલ શાર્કને બચાવી- બે દાયકા અગાઉ શરૂ થયેલી સેવ ધ વ્હેલ શાર્ક પહેલથી સ્થાનિક લોકોમાં અભિગમ બદલાયો

મુંબઈ, પોતાના સેવ વ્હેલ શાર્ક અભિયાન મારફતે ટાટા કેમિકલ્સે ગુજરાતમાં દરિયાકિનારો ધરાવતા સૌરાષ્ટ્ર વિસ્તારમાં અત્યાર સુધી આ લુપ્તપ્રાય પ્રજાતિની 850 શાર્કને બચાવી છે.

ટાટા કેમિકલ્સ, ભારતીય વન્યજીવ ટ્રસ્ટ (ડબલ્યુટીઆઈ) અને ગુજરાત વન વિભાગની આ પહેલને ગુજરાતના માછીમાર સમુદાયોમાંથી બહોળો ટેકો મળ્યો છે, જેના પરિણામે વર્ષ 1999-2000માં શિકારની સંખ્યા 600થી ઘટીને વર્ષ 2021માં શૂન્ય થઈ છે.

આ પ્રોજેક્ટના અસરકારક અમલીકરણ માટે ગુજરાટ વોટર્સમાંથી વ્હેલ શાર્કના માઇગ્રેશન સંશોધન અભ્યાસો હાથ ધરવામાં આવ્યાં છે. અત્યાર સુધી વ્હેલ શાર્કને બચાવવા આઠ સેટેલાઇટ ટ્રાન્સમિટર સ્થાપિત કરવામાં આવ્યાં છે.

ઓસ્ટ્રેલિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેરિન સાયન્સ (એઆઇએમએસ) સાથે જોડાણમાં પરિણામોનું અવલોકન થયું હતું અને ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ફ્રન્ટિયર્સ ઇન મેરિન સાયન્સમાં પ્રકાશિત થયા હતા. 18 જેનેટિક સ્ટડી નમૂના એકત્ર કરવામાં આવ્યાં છે અને ગુજરાતના દરિયામાં બચાવવામાં આવેલી વ્હેલ શાર્કનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

આ અભિયાનના ભાગરૂપે ટાટા કેમિકલ્સ દર વર્ષે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. 14મા આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરવા એક સેમિનારનું આયોજન મીઠાપુરમાં થયું હતું. આ કાર્યક્રમ દરમિયાન બે દાયકાની રક્ષણની ભાગીદારી, પ્રાપ્ત થયેલા સીમાચિહ્નો, પડકારો અને આગામી માર્ગ પર ચર્ચા થઈ હતી.

આ કાર્યક્રમમાં ડબલ્યુટીઆઇના મેરિન પ્રોજેક્ટ્સના મેનેજર અને ટેકનિકલ હેડ શ્રી બી એમ પ્રવીણ કુમાર, ડબલ્યુટીઆઈના એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી પ્રોફેસર બી સી ચૌધરી, આઇએફએસ, જંગલના નાયબ સંરક્ષક (એસએફ),  શ્રી અગ્નીસ્વર વ્યાસ, ટાટા કેમિકલ્સના ઓપરેશન્સના હેડ શ્રી સત્યજિત રૉય વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

અગાઉના વર્ષોમાં પ્રસિદ્ધ આધ્યાત્મિક આગેવાન શ્રી મોરારિ બાપુ જેવા આગેવાનોને આ અભિયાન જનઅભિયાન બનાવવા માટે જોડવામાં આવ્યાં હતાં. આ અભિયાન વિશે જાગૃતિ લાવવા કેટલીક જાગૃતિલક્ષી પહેલો પણ હાથ ધરવામાં આવી હતી. વ્હેલ શાર્કના સંરક્ષણ માટે 20 સાઇનબોર્ડ ગુજરાતના દરિયાકિનારા પર માછીમારી કરતાં કરનારાઓ પર સ્થાપિત કરવામાં આવ્યાં છે.

આ પહેલ વિશે ટાટા કેમિકલ્સના એચઆર અને સીએસઆરના હેડ શ્રી આર નંદાએ કહ્યું હતું કે, “સીએસઆર દ્વારા કોર્પોરેટ્સ આપણા પર્યાવરણ માટે ઘણી કામગીરી કરી શકે છે. આ અભિયાન ટાટા કેમિકલ્સની પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની કટિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ વ્હેલ શાર્કને બચાવવા અમારા પ્રયાસમાં સમુદાયને એક હિતધારક બનાવવા ડિઝાઇન કરેલી આ પહેલથી અભિગમમાં મહત્વપૂર્ણ પરિવર્તનને વેગ મળ્યો છે.”

કંપની અને પાર્ટનર્સના સહિયારા પ્રયાસોથી ગુજરાત રાજ્યમાં એશિયાટિક સિંહો પછી વ્હેલ શાર્ક બીજું વન્યજીવ ગૌરવ બની ગઈ છે તથા ગુજરાતમાં દરિયાકિનારો ન ધરાવતા અમદાવાદ સહિત દરિયાકિનારો ધરાવતા સાત શહેરોએ તેમના શહેરના મેસ્કોટ તરીકે વ્હેલ શાર્કને અપનાવી છે. વ્હેલ શાર્કના સંરક્ષણના પ્રોજેક્ટથી સંરક્ષણનો સંદેશ આપવા જાગૃતિ અભિયાન દ્વારા દરિયાકિનારાના વિસ્તારોમાં 50,000થી વધારે માછીમારો અને 100,000 વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યાં છે.

પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજિત ઇન્ટરનેશનલ વ્હેલ શાર્ક પરિષદોમાં રજૂ થયો છે, જેમાં વર્ષ 2016માં દોહામાં અને વર્ષ 2019માં ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી પરિષદો સામેલ છે. પ્રોજેક્ટે વર્ષ 2014માં કો-મેનેજમેન્ટ કેટેગરીમાં વ્હેલ શાર્કના સંરક્ષણ માટે યુએનડીપી દ્વારા ઇન્ડિયા બાયોડાઇવર્સિટી એવોર્ડ, વર્ષ 2005માં બીએનએચએસ દ્વારા ગ્રીન ગવર્નન્સ એવોર્ડ મેળવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.