Western Times News

Gujarati News

અંકલેશ્વરના ઉછાલી નજીક નર્મદા કુટિરના મહંતની હત્યાના મામલામાં એકની અટકાયત

એલસીબી અને તાલુકા પોલીસે ગણતરીના દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલી કાઢી

પોલીસે રાજપારડીના આદર્શ નગરમાં રહેતા હત્યારાને ઝડપી પાડ્યો.     

(વિરલ રાણા ) ભરૂચ,અંકલેશ્વર તાલુકા ઉછાલી ગામે આવેલ નર્મદા કુટીરના મહારાજની થયેલ કરપીણ હત્યાના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી ભરૂચ એલ.સી.બી તથા તાલુકા પોલીસે ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડયો છે. અંકલેશ્વર તાલુકાના ઉછાલીગામે આવેલ નર્મદા કુટીરના ૭૫ વર્ષિય મહારાજ મંગળદાસ ભયજીભાઈ વસાવાની શંકાસ્પદ હાલતમાં લાશ તા.૨૫ મી ઓગસ્ટે મળી આવેલ.

આ લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવેલ અને પોસ્ટ મોર્ટમ નોટમાં માથાના ભાગે તીક્ષણ હથીયાર વડે ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું.જેમા અંકલેશ્વર ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈએ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન તેમજ એલ.સી.બી ભરૂચની અલગ અલગ ટીમો બનાવી જરૂરી માર્ગદર્શન તથા સુચનાઓ આપવામાં આવેલ

જેથી ભરૂચ એલ.સી.બી પોલીસ ઈન્સ્પેકટર ઉત્સવ બારોટ તેમજ અંકલેશ્વર રૂરલના પોલીસ ઈન્સપેક્ટર  બી.એમ.ચૌધરીએ ટીમો સાથે સ્થળ વીઝીટ કરી ગુનાવાળી જગ્યાના આસપાસના સી.સી.ટી.વી ફુટેજ તથા ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઈન્ટેલીજસ થી ઝીણવટભરી રીતે તપાસ હાથધરી હતી.

આ ચકચારી હત્યાનાના ગુનામાં રાજપારડીમાં રહેતા આરોપી વિષ્ણુભાઈ વસાવાની અટકયત કરી પૂછતાછ હાથ ધરતા મહારાજ સાથે દર્શન કરવા બાબતે થયેલ મહારાજ સાથે થયેલ બોલાચાલી ની રીસ રાખી કુહાડી થી તેને હત્યા કરી ફરાર થઈ ગયો હોવાનું બહાર આવ્યું છે.

જીલ્લા પોલીસવડા ડો.લીના પાટીલે પોલીસની આ સફળતા અંગે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.આ ગુનાની વધુ તપાસ પોલીસ ઈન્સ્પેકટર અંકલેશ્વર રૂરલ કરી રહેલ છે ત્યારે હજુ વધુ શું માહિતી બહાર આવે છે તે જોવું રહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.