Western Times News

Gujarati News

૧૦ વર્ષના પુત્રએ પુલમાં છલાંગ લગાવી માતાનો જીવ બચાવ્યો

બાળકનો વીડિયો ઈન્ટરનેટ પર લોકોનું દિલ જીતી રહ્યો છે

સ્વિમિંગ પૂલમાં ડૂબી રહી હતી માતા

વી દિલ્હી,દસ વર્ષના એક બાળકનો વીડિયો ઈન્ટરનેટ પર લોકોનું દિલ જીતી રહ્યો છે. બાળકે પોતાના માતાનો જીવ બચાવવા માટે કંઈ વિચાર્યા વગર પૂલમાં છલાંગ લગાવી દીધી. હકીકતમાં એક મહિલા સ્વિમિંગ પૂલમાં સ્નાન કરી રહી હતી, ત્યારે તેને અચાનક એપીલેપ્ટીક આંચકી આવી ગઈ. આ દરમિયાન મહિલાના દસ વર્ષના પુત્રએ પૂલમાં કુદકો મારી તેનો જીવ બચાવ્યો હતો.

મહિલાના ઘરમાં લાગેલા એક સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ છે. વીડિયોમાં છોકરો પૂલમાં કુદતો જાેવા મળી રહ્યો છે. પૂલમાં સ્નાન કરી રહેલી મહિલાને અચાનક એપીલેપ્ટીક આંચકી આવે છે, ત્યારે તેના પુત્રની નજર પડે છે. ૧૦ વર્ષનો પુત્ર પૂલમાં છલાંગ લગાવી પોતાની માતાને કિનારા પર લાવે છે.

CLICK to Watch VIDEO…!!!

એક કુતરો પણ સીડી પર રાહ જાેતો જાેવા મળી રહ્યો છે. વીડિયો પૂરો થવા સુધી જાેઈ શકાય છે કે એક વ્યક્તિ પણ ભાગીને ત્યાં પહોંચે છે. લોરી કીની નામની મહિલા દ્વારા ફેસબુક પર શેર કરવામાં આવેલી પોસ્ટ પ્રમાણે તેના પુત્રનું નામ ગેવિન છે અને તે પોતાનો જીવ બચાવવા માટે પુત્રની આભારી છે.

કીનીએ પોસ્ટની સાથે ઘટનાનો રેકોર્ડેડ વીડિયો પણ શેર કર્યો છે. શેર વીડિયોને અત્યાર સુધી હજારો વ્યૂ અને લાઇક્સ મળી ચુકી છે. પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં એક યૂઝરે લખ્યું- તમારો પુત્ર દેવદૂત છે. શું કમાલનો યુવક છે. તે એક સાચો હીરો છે. એક અન્યએ કહ્યું- ગોડ બ્લેસ યૂ ગેવિન. તું મમીનો દૂત છે. આ ઘટના અમેરિકાના ઓક્લાહોમાં થઈ. કીનીએ એબીસીને જણાવ્યું કે માતા અને પુત્રની જાેડી સ્વિમિંગ કરી રહી હતી.

તેણે કહ્યું- ગેવિન થોડા સમય માટે પૂલની બહાર નિકળી ગયો અને મને એટેક આવી ગયો. પરંતુ મારા પુત્રએ મને બચાવી લીધી. પૂલના કિનારે ઉભેલા ગેવિને જાેરથી અવાજ સાંભળ્યો અને પોતાના માતાને ડૂબતા જાેયા. આ પહેલા તેના દાદા કંઈ કરે તે પહેલા ગેવિન પૂલમાં કુદી ગયો.

તે પોતાના માતાને સીઢી પર લઈ આવ્યો અને એક મિનિટથી વધુ તેનું માથુ પાણીથી ઉપર રાખ્યું. ગેવિને કહ્યુ- હું થોડો ડરી ગયો હતો. ૧૦ વર્ષના બાળકને તેની બહાદુરી માટે કિંગસ્ટન પોલીસ વિભાગ તરફથી એક પુરસ્કાર મળ્યો છે.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.