Western Times News

Gujarati News

બ્રહ્માસ્ત્રની એક જ દિવસમાં વેચાઈ અધધ ટિકિટો

બ્રહ્માસ્ત્રનું એડવાન્સ બુકિંગ શરૂ

મુંબઈમાં અત્યાર સુધીમાં રૂપિયા ૧૬ લાખની ટિકિટોનું વેચાણ થયું છે જ્યારે અમદાવાદથી ૨ લાખ રૂપિયાની ટિકિટનું વેચાણ થયું છે

મુંબઈ,એક્ટર આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર તારીખ ૯ સપ્ટેમ્બર, ૨૦૨૨ના દિવસે રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે હવે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. ત્યારે ‘બ્રહ્માસ્ત્ર’ના બુકિંગના આંકડા જાેતાં એવું લાગે છે કે તેને સારું ઓપનિંગ મળી શકે છે.

‘બ્રહ્માસ્ત્ર’ હિન્દી સહિત સાઉથની ઘણી ભાષાઓમાં રિલીઝ થવા જઈ રહેલી બિગ બજેટ ફિલ્મ છે. જેમાં પહેલી વખત આલિયા અને રણબીર કપૂર પડદા પર રોમાન્સ કરતા જાેવા મળશે. તારીખ ૨ સપ્ટેમ્બરથી ‘બ્રહ્માસ્ત્ર’નું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. એવું જાણવા મળી રહ્યું છે કે ‘બ્રહ્માસ્ત્ર’ના એડવાન્સ બુકિંગમાં ૧૧ હજાર કરતા પણ વધારે ટિકિટ બુક થઈ ગઈ છે.

આ જાેતાં એક્સપર્ટ્‌સનું એવું કહેવું છે કે ‘બ્રહ્માસ્ત્ર’ને બોક્સ ઓફિસ પર સારી શરૂઆત મળી શકે છે. રિપોર્ટ્‌સ મુજબ, અત્યાર સુધીમાં ‘બ્રહ્માસ્ત્ર’ની ૫૧ લાખ રૂપિયાની હિન્દીની ટિકિટોનું વેચાણ થયું છે. એવું જાણવા મળે છે કે, પહેલા દિવસે હિન્દીમાં ૪૧થી ૫૧ લાખ અને બ્લોક સીટ્‌સના આંકડા ગણીએ તો ૧.૩૦ કરોડ રૂપિયા સુધીનું ‘બ્રહ્માસ્ત્ર’નું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે.

જાે ‘બ્રહ્માસ્ત્ર’ના એડવાન્સ બુકિંગ કલેક્શનની વાત કરીએ તો, મુંબઈમાં અત્યાર સુધીમાં રૂપિયા ૧૬ લાખની ટિકિટોનું વેચાણ થયું છે જ્યારે અમદાવાદથી ૨ લાખ રૂપિયાની ટિકિટનું વેચાણ થયું છે. એવું કહેવાઈ રહ્યું છે કે બ્રહ્માસ્ત્ર કુલ ૩ પાર્ટમાં રિલીઝ થશે. અત્યારે ૯ સપ્ટેમ્બરે ‘બ્રહ્માસ્ત્ર’નો પહેલો ભાગ રિલીઝ થવા જઈ રહ્યો છે.

જે શિવા પર આધારિત છે. જેમાં એક્ટર રણબીર કપૂર, શિવાનો રોલ કરશે. બ્રહ્માસ્ત્ર’ ફિલ્મ હિન્દી સિવાય તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમમાં રિલીઝ થશે. બ્રહ્માસ્ત્રના પ્રોડ્યુસર કરણ જાેહર છે. મલ્ટિપ્લેક્સ એસોસિએશન ભારત અને સમગ્ર દેશના થિયેટર્સે તારીખ ૧૬ સપ્ટેમ્બરે ભારતમાં રાષ્ટ્રીય સિનેમા દિવસની ઉજવણી કરવા અને ૭૫ રૂપિયામાં ટિકિટ આપવાનો ર્નિણય કર્યો છે.

પીવીઆર, આઈનોક્સ, સિનેપોલિસ, કાર્નિવલ, મિરાજ અને સિટીપ્રાઈડ, એશિયન, મુક્તા એ૨, મૂવીટાઈમ, વેવ, એમ૨કે, ડેલાઈટ જેવા થિયેટર્સ સહિત સમગ્ર દેશમાં લગભગ ૪,૦૦૦ સ્ક્રીન છે. તેઓ તે દિવસે ૭૫ રૂપિયામાં ટિકિટ વેચશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.