Western Times News

Gujarati News

બાયડ ગામ ખાતે ગણેશ વિસર્જનનો ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો

શોભાયાત્રામાં ગજરાજ અને અખાડાના કરતબો આકર્ષણનું કેન્દ્ર રહ્યા
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) સમગ્ર રાજ્યમાં ગણેશ ઉત્સવ ખૂબ ભાવ પૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડ ગામ ખાતે છેલ્લા ૨૫ વર્ષથી ગણેશ ચતુર્થી નો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ગણેશ યુવક મંડળ દ્વારા બાયડ ગામમાં ગણપતિ દાદા ની મૂર્તિ વાંજતે – ગાજતે ભવ્ય પંડાલમાં સ્થાપના કરાઈ હતી. અને રોજ સવાર – સાંજ પૂજા અર્ચના આરતી કરીને રાત્રે ભજન મંડળોના ભજનોનો કાર્યક્રમ ચાર દિવસ સુધી રાસ ગરબા સાથેનું આયોજન કરવામાં આવ્યું હતું.

જ્યારે તા.૪/૯/૨૨ ના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકે ગણેશ વિસર્જન સમયે પંડાલમાં ગણપતિ દાદાની આરતી ઉતારી હતી.
જેમાં પૂર્વ. ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ, જિલ્લા યુવા મોરચા પ્રમુખ અમિષ ભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા પ્રભારી/પ્રદેશ મંત્રી જયશ્રીબેન દેસાઈ,

જિલ્લા મંત્રી સ્વામી વિવેકાનંદના યુવા બોર્ડના જિલ્લા સંયોજક રાહુલપુરી ગોસ્વામી, બાયડ તાલુકા સંગઠન પ્રમુખ માનસી સોઢા, નગરપાલિકા પ્રમુખ સ્નેહલભાઇ પટેલ, ઉપપ્રમુખ ગાયત્રીબેન પટેલ તેમજ ગણેશ યુવક મંડળ ના યુવકો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા

ત્યારબાદ ગણપતિદાદાની મૂર્તિને વિસર્જન માટે પંડાલ માંથી બહાર લાવી માણસાના રથમાં બિરાજમાન કરાયા રથની આજુબાજુ બાઉન્સરો ની સિક્યુરિટી સાથે ભારત બેન્ડ ના ગીતો, નાસીક ઢોલના તાલે, અખાડા કરતબો, જગન્નાથ મંદિર – અમદાવાદના ગજરાજ સાથે ભગવાન ગણેશજી નગરયાત્રાએ નીકળ્યા હતા.

આ શોભાયાત્રા લગભગ ૩૦૦૦ થી ૪૦૦૦ જેટલા નગર જનો મન મૂકીને ઝૂમતા બાયડ ગામ થી લઈ બાયડ હાઇસ્કુલ થઈ ગાબટ રોડ થી બાયડ બસ સ્ટેશન થઈ વાંજતે ગાજતે વાત્રક મુકામે પહોંચી હતી જ્યાં વાત્રક નદીના કિનારે ગણપત દાદા ની આરતી ઉતારી વાત્રક નદીમાં મૂર્તિને વિસર્જિત કરાઈ હતી.

આ ગણેશ વિસર્જન ના ઉત્સવ ને પરિપૂર્ણ કરવામાં બાયડ પોલીસ તેમજ ગણેશ યુવક મંડળ ના યુવકો નો સિંહ ફાળો રહ્યો હતો. આ ગણેશ ચતુર્થીના ઉત્સવમાં જે લોકોએ ફાળો તેમજ સાથ સહકાર આપ્યો છે તે તમામનો બાયડ ગણેશ મંડળ ના જીગરભાઈ પટેલ, રવિભાઈ પટેલ, ધાર્મિકભાઈ પટેલ, વિજયભાઈ પટેલ તેમજ દરેક સભ્યો એ આભાર માન્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.