Western Times News

Gujarati News

અંબાજી જતા પદયાત્રીઓથી માર્ગો ઉભરાયા-પદયાત્રીઓ ડી-હાઈડ્રેશનનો શિકાર બન્યા

૩૪ ડિગ્રી ગરમીથી પદયાત્રીઓ પરેશાન, આસ્થાના દ્રશ્યો દેખાયા

બાયડ, અંબાજી જતા પદયાત્રીઓથી માર્ગે ઉભરાઈ રહયા છે. જગવીખ્યાત અંબાજીના ભાદરવી પુનમના મહામેળાની પ્રારંભ થયો છે. ત્યારે જીલ્લામાં રવીવારે લમણા શેકતી ૩૪ ડીગ્રી ગરમીથી હજારો પદયાત્રીઓ પરેશાન બન્યા. કેટલાક પદયાત્રીઓ ડી-હાઈડ્રેશનનો શિકાર બનતા સ્થાનીક લોકોએઅ સારવાર માટે મદદ કર્યાનું જાણવા મળ્યું છે.

કેટલાક પરીવારોની બાળકોની માનતા પુરી થતાં પરીવાર ફૂલ જેવા બાળકોને લઈને અંબાજી ભણી જતા આસ્થાના દ્રશ્યો પણ જાેવા મળ્યા.

પ્રાપ્ત જાણકારી અનુસાર અંબાજીમાં જગત જનની મા અંબાના ધામના ભાદરવવી પુનમનો મેળો શરૂ થતાંની સાથે માર્ગો પદયાત્રીઓથી દિવસ-રાત ઉભરાઈ રહયા છે. માલપુર નજીકની દુર્ઘટના પછી પોલીસ એકશનમાં આવી છે અને પદયાત્રીઓને પુરતી સુરક્ષા મળે તેવા પ્રયાસ શરૂ કર્યાનું જાેવા મળ્યું છે.

ત્યારે અંબાજીનો ભાદરવી પુનમનો મેળો શરૂ થતાં બાયડથી પોશીના અને મજરા થી પોશીના સુધીના તમામ માર્ગો પર જયાં નજર કરી ત્યાં પદયાત્રીઓ અને સેવા માટે વિસામો જાેવા મળી રહયા છે. સવારે હવામાનમાં એકાએક પલ્ટાવ આવ્યો અને વરસાદ વરસશે તેવી સંભાવના વચ્ચે ગણતરીના કલાકોમાં વાદળો વિખેરાઈ ગયા હતા.

અને ત્યારબાદ આકાશમાંથી અગનગોળા વછૂટતા હોય તેમ ગરમી પ્રકોપ શરૂ થયો જેના કારણે હજારો પદયાત્રીઓ અસહ્ય ગરમીથી ત્રાહીમામ પોકારતા જાેવા મળ્યા છતાં પણ પદયાત્રીઓઅમાં મા ના ધામમાં જવાનો જે ઉત્સાહ જાેવા મળ્યો તેના પરથી જ આજે પણ લોકોમાં મા ના ધામ પ્રત્યે કેટલી શ્રધ્ધા છે.

તેના ઉદાહરણો જાેવા મળ્યા હતા. મધ્ય ગુજરાતના કેટલાક પરીવારો દ્વારા તેમની શેર માટીની ખોટ મા ના આશીર્વાદથી પુરી થતાં નાના સંતાનો સાથે માં અંબાના ધામમાં જતા જાેવા મળ્યા. દિવસ દરમ્યાન જય જય અંબેના જયઘોષ સાથે તમામ માર્ગો ભકિતસભર બન્યા હતા.

જીલ્લામાં નાના-મોટા ૧ર૦૦ થી વધુ વિસામા દ્વારા હજારો પદયાત્રીઓની સેવા કરવામાં આવી રહી છે. આ વર્ષે ચુંટણી યોજાવાની હોવાથી કેટલાક ભાવી ઉમેદવારોએ પણ વિસામા શરૂ કર્યાનું ઠેકઠેકાણે જાેવા મળ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.