Western Times News

Gujarati News

ભાદરવી પૂનમના મેળામાં જનારા યાત્રીઓ માટે આશ્રય સ્થાનની વ્યવસ્થા કરાઈ

ભાદરવી પૂનમના મેળામાં વહીવટી તંત્ર દ્વારા થયેલી તૈયારીઓની સમીક્ષા કરી

(માહિતી બ્યુરો, પાલનપુર) રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે અંબાજી ખાતે આજથી શરૂ થયેલા ભાદરવી પૂનમના મેળામાં વહીવટી તંત્ર દ્વારા કરાયેલા આયોજનની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે જિલ્લા વહીવટી તંત્રને કેટલાક મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા હતા.

મુખ્ય સચિવશ્રીએ જણાવ્યું હતું કે, અંબાજીના દર્શને અનેક લોકો ભક્તિ ભાવપૂર્વક આવે છે ત્યારે આ શ્રદ્ધાળુ આસ્થા સાથે તંત્રના સુદ્રઢ વ્યવસ્થાપનની અનુભૂતિ પણ કરે તે જરૂરી છે એટલે એ દિશામાં વ્યવસ્થાઓ ગોઠવવા મુખ્ય સચિવશ્રી એ તાકીદ કરી હતી.

મુખ્ય સચિવશ્રીએ મા અંબાના દર્શને આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે માર્ગદર્શક દિશાચિંહો મૂકવા તંત્રએ કરેલી કામગીરીને બીરદાવતા કહ્યું હતું કે, સમગ્ર શહેરમાં હેલ્પ સેન્ટર તથા વોલેન્ટિયર ફોર્સ કાર્યરત કરવા ઉપરાંત વ્યવસ્થાઓનું મોનિટરિંગ મિકેનિઝમ ગોઠવવા પણ સુચન કર્યું હતું.

આ બેઠકમાં શ્રી પંકજ કુમારે કહ્યું કે, આ સમગ્ર મેળા દરમિયાન તમામ પ્રકારની વ્યવસ્થાઓ સુદઢ રીતે જળવાઈ રહે તે માટે આયોજન કર્તાઓએ સામાન્ય નાગરિકની દ્રષ્ટિએ વિચારીને પણ વ્યવસ્થાઓ ગોઠવવી જાેઈએ જેને પગલે દર્શનાર્થીઓને સુગમતા રહે.

દર્શનાર્થે પગપાળા આવતા ભક્તો માટે રાત્રિના સમયે લાઇટિંગની પ્રોપર વ્યવસ્થા થવી જાેઈએ જેના કારણે રાત્રિ દરમિયાન કોઇપણ દર્શનાર્થીઓને તકલીફ ન પડે તેમજ પાર્કિંગ વ્યવસ્થા સુદઢ થવી જાેઈએ અને તેનું મોનેટરીટીંગ સતત થવું જાેઈએ

જેથી કરીને બહારગામથી આવતા વાહનચાલકોને અગવડ ન પડે તેમજ સંઘમાં આવતા વાહનોને સુનિયોજિત પાર્ક કરાવવા જેથી અવ્યવસ્થા ના સર્જાય તેવા સૂચનો મુખ્ય સચિવશ્રીએ વહિવટી તંત્રને આપ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, ભક્તોને લઈને આવન જાવન કરતી એસટી બસો સ્વચ્છ અને સુદ્રઢ રહેવી જાેઈએ તેમજ એસટી બસોની આવન જાવનનું મોનીટરીંગ કરવા દિશા-નિર્દેશ આપ્યા હતા.

વન કુટીરોનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે, પદયાત્રાના માર્ગ પર જ્યાં વન કુટીરોમાં યાત્રિકો આશ્રય લે છે તેની સ્વચ્છતા પણ જળવાવી જાેઈએ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.