Western Times News

Gujarati News

પેટલાદ પાલિકાએ ભાંગરો વાટયોઃ સ્ટેડિયમ ભાડે આપવાના ર્નિણયમાં કાચુ કપાયુ

લોકમેળો તથા દશેરા ઉજવણીની દરકાર કર્યા સિવાય તઘલખી ર્નિણય

(પ્રતિનિધિ)પેટલાદ, પેટલાદ શહેરમાં ન્યુ એજ્યુકેશન હાઈસ્કુલ ખાતે નવરાત્રી મહોત્સવ યોજાતા હતા. પરંતુ ચાલુ વર્ષે નવરાત્રી મહોત્સવ માટે એક કરતા વધુ અરજીઓ હાઈસ્કુલના ટ્રસ્ટને મળી હતી. જેથી ટ્રસ્ટ દ્વારા તમામ અરજીઓ દફતરે કરવામાં આવી હતી.

જેને કારણે આયોજકો દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવા નગરપાલિકાનું સ્ટેડિયમ ભાડે મેળવવા અરજીઓ કરી હતી. જેમા પણ છ જેટલી અરજીઓ પાલિકાને મળી હતી. પરંતુ સ્ટેડિયમ ભાડે આપવાના ર્નિણયમા કાચુ કાપી ભાંગરો વાટ્યો હતો.

પાલિકાએ લોકમેળો તથા દશેરા ઉજવણીની દરકાર કર્યા સિવાય અને માત્ર એક જ આયોજકની અરજી ધ્યાને લઈ તઘલખી ર્નિણય કર્યો હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આવતી કાલથી આ સ્ટેડિયમ ઉપર રામનાથનો ભવ્ય લોકમેળો શરૂ થનાર છે, જે તા.ર૦ સપ્ટેમ્બર સુધી ભરાશે

અને ત્યારબાદ તા.ર૩ સપ્ટેમ્બર સુધીમા સ્ટેડિયમ ખાલી થશે. ઉપરાંત આ સ્ટેડિયમ ઉપર વર્ષોથી રાવણ દહન પણ કરવામા આવે છે. હાલ તો દશેરાની ઉજવણી કરવા રામ ભક્તો સ્થળ માટે રઝળપાટ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ન્યુ એજ્યુકેશન હાઈસ્કુલના મેદાનમાં ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવતુ હતુ. છેલ્લા બે વર્ષથી કોરોનાની ગાઈડલાઈનને કારણે ગરબાનું આયોજન થતુ ન હતુ. પરંતુ ચાલુ વર્ષે ગરબા આયોજન માટે મેદાન મેળવવા આયોજકોનો રાફડો ફાટી નીકળ્યો હતો.

હાઈસ્કુલના ટ્રસ્ટને પાંચ જેટલી અરજીઓ મેદાન મેળવવા મળી હતી. તેમાય રાજકીય નેતાઓના પોતાના મળતીયાઓને મેદાન આપવા ટ્રસ્ટીઓ ઉપર દબાણ પણ કરવામા આવ્યું હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન બની હતી. જેને કારણે ટ્રસ્ટ દ્વારા તમામ અરજીઓ ફગાવી દફતરે કરવામાં આવી હતી.

પરંતુ ચાલુ વર્ષે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવા આયોજકોમા થનગનાટ વધુ હોવાથી પાલિકાના સ્ટેડિયમ ખાતે આયોજન કરવા પણ છ જેટલી અરજીઓ મળી હતી. જેમા પાલિકાના કાઉન્સિલર તથા બાંધકામ કમિટીના ચેરમેન ભાવિન એમ પટેલ, બિજાેય પટેલ, રૂમઝુમ ગૃપ, દર્શ દવે, આકાશ પટેલ તથા મહાકાલ ગૃપનો સમાવેશ થતો હતો.

આ તમામ અરજીઓ તા.ર૬થી ર૯ ઓગસ્ટ દરમિયાન પાલિકાને મળી હતી. પરંતુ પાલિકાએ અરજદારોને ચર્ચા માટે બોલાવ્યા સિવાય કે કોઈપણ પ્રકારના ઠરાવ વગર સ્ટેડિયમ ભાવિન એમ પટેલને રૂપિયા પચાસ હજારના ભાડાથી ૯ દિવસ માટે આપવાનો ર્નિણય કર્યો છે.

જે પેટે ભાડાની રકમ નગરપાલિકાના દફતરે તાબડતોબ ભરાઈ ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ આ સ્ટેડિયમ લોકમેળા માટે તા.પ થી ર૦ સુધી રાકેશ પટેલને રૂા.૧પ.૭પ લાખના ભાડાથી ૧પ દિવસ માટે ટેન્ડર પ્રક્રિયા દ્વારા આપવામાં આવ્યું છે. આ લોકમેળો પૂર્ણ થયા બાદ સામાન્ય રીતે સ્ટેડિયમ ખાલી થતા ત્રણ-ચાર દિવસ લાગતા હોય છે.

એટલે કે સ્ટેડિયમ તા.ર૩ સપ્ટેમ્બર સુધીમા ખાલી થાય તો તા.ર૬ સપ્ટેમ્બરથી શરૂ થતા નવરાત્રી મહોત્સવનું આયોજન માત્ર ત્રણ દિવસમા કેવી રીતે શક્ય બને ? બીજી તરફ આ સ્ટેડિયમ ઉપર વર્ષોથી દશેરા નિમિતે રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે.

જે માટે જનતા રામ મંડળીના આયોજકો દ્વારા સ્ટેડિયમનો કબ્જાે એક બે દિવસ અગાઉ મેળવતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે સ્ટેડિયમ ગરબા આયોજકને ફળવાતા દશેરા ઉજવણીના રામભક્તો ભારે મુંઝવણમા પડી ગયા છે. હાલ તો આ રામ ભક્તો દશેરાની ઉજવણી અને રાવણ દહનના કાર્યક્રમ માટે જગ્યા મેળવવા રઝળપાટ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.

આ અંગે પેટલાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય રામાનુજે રૂબરૂ વાતચીતમા જણાવ્યું હતુ કે ગરબાના આયોજન માટે સ્ટેડિયમ ભાડે આપવા બાંધકામ વિભાય તરફથી જે રીપોર્ટ આવ્યો તેમા રાવણ દહનના કાર્યક્રમનો કોઈ જ ઉલ્લેખ ન હતો, જેથી તે વાત અમારી જાણ બહાર હતી.

અરજદારોને બોલાવ્યા સિવાય ર્નિણય લેવા અંગેનો પ્રશ્ન પુછતા કહ્યું હતુ કે પ્રથમ અરજી જેઓની આવી તેમને મંજૂરી આપેલ છે. પરંતુ ભાડુ ઉચ્ચક નક્કી કરવામાં આવેલ છે, જેનો કોઈ ઠરાવ નથી. ઉપરાંત ગરબા માટે સ્ટેડિયમ ભાડે આપવામાં ચોક્કસપણે કાચુ કપાયુ હોવાની વાતનો સ્વિકાર કરતા કહ્યું હતુ કે આગળથી આવી બાબતોને ધ્યાનમા રાખી સ્ટેડિયમ ભાડે આપવામા આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.