Western Times News

Gujarati News

સોમનાથ -ભાવનગર નેશનલ હાઈવેનું કામ મંથર ગતિએઃ પુંજાભાઈ વંશ

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) સૌરાષ્ટ્રના સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે ના કામને લઈને ઉના કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશ આજે આકરા પાણીએ બન્યા હતા. તો બીજી તરફ ગાંધીનગર ખાતે આવેલી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની રિજનલ કચેરી ખાતે આવી પુંજાભાઈ વંશ એ ભારત સરકારના અધિકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો

એટલું જ નહીં સમય મર્યાદામાં કામ પૂરું કરવાની લેખિત ખાતરી તંત્ર દ્વારા નહીં આપવામાં આવે તો આવતા મંગળવારે કચેરી બહાર ધારણા કરવાની સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી હતી એ છે કે કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશના ઉપસ્થિત કરેલા મુદ્દાઓ સામે ભારત સરકારના અધિકારી યોગ્ય ઉત્તર આપી શક્યા ન હતા એટલું જ નહીં ધારાસભ્યના કડક વલણ અને પ્રશ્નોની પસ્તાર સામે અધિકારી નરમ પડ્યા હતા.

ગુજરાતમાં છેલ્લા સાત વર્ષથી સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે નું કામ મનથરગતિએ ચાલી રહ્યું છે ત્યારે આ બાબતે આજે કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશ એ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ની રિજનલ કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી

આ તબક્કે તેમને મીડિયા સાથેની વાતચીતમાં તેમજ ઉપસ્થિત જવાબદાર અધિકારી સામે રજૂઆત કરી હતી કે નેશનલ હાઇવે ની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે જેના કારણે અસંખ્ય વાહન અકસ્માતો ની ઘટના બને છે એટલું જ નહીં આવી ગંભીર ઘટનાઓમાં નિર્દોષ નાગરિકો ના મૃત્યુ પણ થઈ રહ્યા હોવાનો દાવો કર્યો હતો.

તો બીજી તરફ તેમણે અધિકારીને રજૂઆત કરી હતી કે કામગીરીમાં જે પણ ટેકનિકલ ક્ષતિ આવતી હોય તો તે તાત્કાલિક દૂર કરવા માટે તમામ ધારાસભ્યો અને સાંસદો તૈયાર છે પરંતુ તંત્ર દ્વારા આ કામગીરી ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી માંગણી કરી હતી

આ તબક્કે તેમણે ઉચ્ચ અધિકારી સુજીત કુમારને સૂચન કર્યું હતું કે સોમનાથ ભાવનગર હાઈવે ની કામગીરીની તાત્કાલિક સમીક્ષા કરવામાં આવે એટલું જ નહીં આ માટે ગીર સોમનાથ અને અમરેલી મત ક્ષેત્રના તમામ ધારાસભ્યો અને સાંસદો ને પણ બોલાવવામાં આવે

અને આ હાઇવે ઉપરાંત કોડીનાર બાયપાસ ની કામગીરી તેમજ ઉના બ્રિજ અંગેની કામગીરી સહિત નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કરવામાં આવતી કામગીરી અંતર્ગતની તમામ બાબતો એ તાત્કાલિક સમીક્ષા કરવામાં આવે તેવી પ્રબળ માંગ પુંજાભાઈ વંશ દ્વારા કરવામાં આવી હતી

તો બીજી તરફ મીડિયા સાથેની વાતચીતમાં પુજાભાઈ વંશે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે સોમનાથ વેરાવળ ના રોડ બાબતે ભારત સરકારના મંત્રી નીતિન ગડકરી દ્વારા ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતો તેમ છતાંય છેલ્લા સાત વર્ષથી આ કામ હજુ સુધી પ્રગતિમાં આવ્યું નહિ હોવાનો દાવો કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.