Western Times News

Gujarati News

ગુજરાતમાં દારૂની રેલમછેલ નહીં, આખો દરિયો જ છે

બૂટલેગરોએ માત્ર ૮ માસમાં અધધ કરોડનો દારૂ ઘૂસાડ્યો

ગત ૩૧ ઓગસ્ટ તેમજ ૦૩ અને ૦૪ સપ્ટેમ્બરના રોજ શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પાસે વાહન તપાસ દરમિયાન વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો

અરવલ્લી,રાજસ્થાન-ગુજરાતની બોર્ડર પર આવેલા અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ મથકમાં છેલ્લા એક અઠવાડિયામાં એક કરોડ ઉપરાંતનો દારૂનો મુદ્દામાલ ઝડપાયો છે. તહેવારો પહેલા ગુજરાતમાં દારૂની રેલમછેલ કરવા માટે બૂટલેગરો બેતાબ બન્યાં છે. પોલીસે ૨૦ લાખ ઉપરના દારૂ મામલે મની લોન્ડ્રિંગ અંતર્ગત કાર્યવાહી કરવા પણ નિર્દેશ આપ્યા છે.

રાજ્યમાં દારૂ બંધીની અમલવારી માટે બોર્ડર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જેને લઇને શામળાજી પોલીસ ને છેલ્લા એક અઠવાડિયામાં મોટા પ્રહિબિષણના કેસ નોંધાયા છે. જેમાં ત્રણ વાહનોમાંથી પોલીસે અધધધ કહી શકાય એટલી ૧૬૫૫ પેટી દારૂની મળી આવી છે. પોલીસે કુલ ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે.

ગત ૩૧ ઓગસ્ટ તેમજ ૦૩ અને ૦૪ સપ્ટેમ્બરના રોજ શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પાસે વાહન તપાસ દરમિયાન વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ અગાઉ પકડતા દારૂ નાની ગાડીઓમાં હેરાફેરી થતી હતી. પણ અચાનક બૂટલેગરો દ્વારા તહેવારો પહેલા ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે મરણિયા બન્યા છે.

ગુજરાતમાં રાજકોટ, વડોદરા સુધી દારૂ પહોંચાડવાના બુટેલગરોના મનસૂબા પર અરવલ્લી પોલીસે પાણી ફેરવી દીધું છે. વાત કરીએ ગુન્હાની તો ૩૧ ઓગસ્ટના રોજ ઝડપાયેલ ટ્રકમાં ૪૭૦ પેટી દારૂનો ૩૩ લાખનો કુલ ૪૧ લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો. ત્યારે ૦૩ સપ્ટેમ્બરના રોજ પોલીસે ત્રકમથી ૧૫.૪૧ લાખની ૪૩૦ પેટી દારૂ સહિત કુલ ૨૩.૪૩ લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે.

બીજી તરફ ગત ૦૪ સપ્ટેમ્બરના રોજ પોલીસને ચોંકાવનારો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં પોલીસે ટ્રક માંથી ૩૮ લાખ કિંમતની ૭૫૫ પેટી સાથે ૪૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પોલીસે ત્રણેય ગુનામાં ત્રણ આરોપીઓને ઝડપ્યા છે. અને અન્ય ત્રણ વોન્ટેડને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

અચાનક બુટેલગરોની ગતિવિધિ દારૂ લાવવામાં તેજ બનવાની સાથે પોલીસ એલર્ટ બની છે. ગત વર્ષે એક વર્ષમાં ૧૦ કરોડનો દારૂ પોલીસે પકડ્યો હતો, ત્યારે ચાલુ વર્ષે માત્ર ૮ મહિનામાં ૬ કરોડનો દારૂ પોલીસ જપ્ત કરી ચૂકી છે. એસપી સંજય ખરાત દ્વારા દારૂની હેરાફેરી કરતા મોટા બુટલેગરોને નામ લિસ્ટેડ કરવા કાર્યવાહી હાથ ધરાઇ છે. ત્યારે પોલીસે ૨૦ લાખ ઉપરના દારૂ મામલે મની લોન્ડ્રિંગ અંતર્ગત કાર્યવાહી કરવા પણ નિર્દેશ આપ્યા છે. ગુજરાતમાં દારૂ કોને ક્યાં મંગાવ્યો તે દિશામાં કાર્યવાહી હાથ ધરાઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.