Western Times News

Gujarati News

રાષ્ટ્રીય કક્ષાના ઐતિહાસિક રમતોત્સવમાં દેશભરમાંથી 7000થી વધુ ખેલાડીઓ સહભાગી થશે

૧૨ થી ૧૬ સપ્ટે. દરમિયાન શાળાથી માંડી યુનિવર્સિટી કક્ષાએ અનેક કાર્યક્રમો યોજાશે

૩૬મી નેશનલ ગેમ્સના આયોજન

ગાંધીનગર,ગુજરાતમાં પ્રથમવાર સપ્ટેમ્બર માસમાં ૩૬મી નેશનલ ગેમ્સ-૨૦૨૨ યોજાવા જઇ રહી છે. જેના ભાગરૂપે આગામી તા.૧૨ થી ૧૬ સપ્ટેમ્બર દરમિયાન યુવાનો–વિદ્યાર્થીઓમાં રમતને વધુ પ્રોત્સાહન મળે તેમજ અન્ય નાગરિકો પણ તેમાં સહભાગી થાય તે હેતુથી નેશનલ ગેમ્સની થીમ ‘સેલિબ્રેટિંગ યુનિટી થ્રુ સ્પોર્ટ્‌સ’ આધારિત રાજ્યનીતમામ કોલેજ, યુનિવર્સિટી અને શાળા કક્ષાએ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાશે તેમ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.

પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના ઐતિહાસિક રમતોત્સવમાં દેશભરમાંથી ૭,૦૦૦થી વધુ ખેલાડીઓ સહભાગી થશે. રમત-ગમતની પ્રવૃત્તિઓમાં પ્રત્યે જાગૃતિ કેળવાય તેવા ઉદેશથી આગામી તા.૧૨, ૧૩ અને ૧૪ સપ્ટેમ્બરે રાજ્યભરની કોલેજ / યુનિવર્સિટી તેમજ તા.૧૫ અને ૧૬ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરની શાળાઓમાં વિવિધ રમતલક્ષી કાર્યક્રમો યોજાશે.

તા.૧૨ સપ્ટેમ્બરે રાજ્યના તમામ ૩૩ જિલ્લા મથકે યોજાનાર રમતલક્ષી કાર્યક્રમોમાં સ્થાનિક મંત્રીઓ, સંસદ, ધારાસભ્ય સહિત સ્થાનિક આગેવાનો તેમજ રમતવીરો મોટી સંખ્યામા હાજરી આપશે. વધુમાં આ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, રમતવીરો ઉપરાંત સ્થાનિક આગેવાનો, રમતગમત સાથે સંકળાયેલી વિવિધ ક્લબો, મંડળો અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, રમતવીરો અને નાગરિકો મોટી સંખ્યામાં જાેડાશે.

ગુજરાતમાં આગામી તા. ૨૯મી સપ્ટેમ્બરથી ૩૬મી નેશનલ ગેમ્સ યોજાનાર છે. દેશભરના ખેલાડીઓ માટે આ ગેમ્સ એક યાદગાર સંભારણું બને તેવું સુદ્રઢ આયોજન કરવા ગુજરાત તત્પર છે. આજે આ માટેની ઓર્ગેનાઈઝિંગ કમિટીની બેઠક યોજીને સમગ્ર તૈયારીની સર્વગ્રાહી સમીક્ષા કરી અને આયોજનને આખરી ઓપ આપ્યો.

આગામી ૨૭મી સપ્ટેમ્બરથી ૧૦મી ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન થવાનું છે. અમદાવાદ સહિતના ૬ શહેરોમાં તેનું આયોજન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં યોજાનાર નેશનલ ગેમ્સ દેશભરના ખેલાડીઓ માટે આ ગેમ્સ એક યાદગાર સંભારણું બને તેવું સુદ્રઢ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગ રૂપે આજે આજે મુખ્યમંત્રીએ ઓર્ગેનાઈઝિંગ કમિટીની બેઠક યોજીને સમગ્ર તૈયારીની સર્વગ્રાહી સમીક્ષા કરી અને આયોજનને આખરી ઓપ આપ્યો હતો.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.