Western Times News

Gujarati News

ગોધરાની ત્રણ ગ્રામ પંચાયતોનો નગર પાલિકામાં સમાવેશ કરતા ગ્રામજનોનો વિરોધ

(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા તાલુકા ના વાવડી બુઝર્ગ ચીખોદરા અને ભામૈયા(પશ્ર્‌ચિમ) આ ત્રણેય ગ્રામ પંચાયત વિસ્તારનો ગોધરા નગરપાલિકામાં સમાવેશ કરવા મુદ્દે આજે પંચાયત વિસ્તારમાં રહેતા ગ્રામજનોએ વિરોધ નોંધાવી અમારી પંચાયત પાછી આપોના સુત્રોચ્ચાર કરી મોટી સંખ્યામાં એકત્રિત થઈ જીલ્લાના અધિક કલેકટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

સરકાર ધ્વારા ૨૦૧૫ માં પાડેલ જાહેરનામા પ્રમાણે વાવડીબુજર્ગ ગ્રામપંચાયત ને ગોધરા નગરપાલિકામાં સમાવવાનું જાહેરનામું બહાર પડેલ હતું આ બાબતે અમે ગ્રામજનો વતી પંચાયતે ગુજરાત હાઇકોર્ટ મા રીટ – પીટીસન દાખલ કરેલ હતી હાલ સિંગલ જજાે અમારી પીટીસન ફગાવી દીધેલ હતી આ બાબતે અમે નામદાર હાઇકોર્ટમાં ફરીથી પીટીસન દાખલ કરેલ છે.

હજી વાવડીંગ્રામ પંચાયતની ચૂંટણી ને ત્રણ થી ચાર મહિના થયા છે અને હજી ચાર થી સાડા ચાર વર્ષનો સમય બાકી છે તથા નગરપાલિકાની ચુંટણી આવવાને હજી ત્રણ થી ચાર વર્ષ બાકી હોવા છતા સરકાર ધ્વારા અમારી પ્રત્યે ઓરમાયુ વર્તન રાખી અને અમારી પંચાયતના કોઈપણ વ્યક્તિ હોદ્દેદારો પંચાયતીરાજ ના પ્રતિનિધિઓને જાણ કાર્ય વગર ફક્ત સરકારી અધિકારીને સાથે રાખીને પંચાયતના દફતરનો ચાર્જ લીધેલ છે જે સરમુખત્યારશાહી નો એક નમૂનો દેખાય છે.

વાવડીબુઝર્ગ ગ્રામપંચાયતને ગોધરા નગરપાલિકામા લેવાના સરકારના આ ર્નિણય ને અમો વાવડીબુઝર્ગ ના ગ્રામજનો સખત શબ્દોમાં વખોડીએ છીએ વધુમાં વાવડીબુઝર્ગ ગ્રામ પંચાયત વિસ્તારમાં કામદારલોકો મજુરો, આદિવાસી અને ગરીબ ખેડૂત પ્રજા રહે છે જેમાથી મોટા ભાગના લોકો બી.પી.એલ કાર્ડ ધારકો છે

અને તેઓ સરકાર ધ્વારા આપેલ આવાસો મા રહે છે તેથી આવા લોકો નગરપાલિકાની વેરો ભરી સકે તે માટે સક્ષમ નથી તથા અમારા આ વિસ્તારમાં ૫૦% જેટલી જમીન ૭૩ એ એ (આદિવાસીની જમીન ) છે તથા આ બાબતે આ આદિવાસીઓના એફીડેવિટ અમોએ નામદાર હાઈકોર્ટ મા પણ રજુ કરેલ છે .

અમારા આ વાવડીબુઝર્ગ ગ્રામપંચાયત ના ધોળાકુવા વિસ્તારને અલગ ગ્રામપંચાયત નો દરજ્જાે આપવા અમોએ વખતો વખત રજૂઆત કરવા છતાં તે માંગણી હજી સુધી સરકારે સ્વીકારી નથી વાવડીબુઝર્ગ ગ્રામપંચાયત નો જાે નગરપાલિકા માં કરવામાં આવશે

તો વાવડીબુજર્ગ ગ્રામજનો નો કોઈ પ્રતિનિધિ લાંબા સમય સુધી અસ્તિત્વમાં રહેશે નહિ અમારી ગ્રામપંચાયત વિસ્તારમાં રોડ લાઈટ તથા પાણીની વ્યવસ્થા ખુબજ સારી છે. તથા અમો રોજગારી માટે પશુ ઉદ્યોગ અને ખેતી કરીને જીવીએ છીએ અને ગ્રામપંચાયત નો વેરો ભરીએ છીએ

તો આટલી સવલતો હોવા છતાં અમો નગરપાલિકાનો વધારે વેરો શામાટે ભરીએ ?, અને આપડા પ્રધાનો ગામડાને વધુ પ્રાધાન્ય આપે છે તેથી અમારૂ ગામડુ, ગામડું રહે તેવી માંગ સાથે જીલ્લા ના અધિક કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.