Western Times News

Gujarati News

પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામેલા સરબજીત સિંહની પત્નીનું રોડ અકસ્માતમાં નિધન

અમૃતસર, પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામેલા સરબજીત સિંહની પત્નીનું રોડ અકસ્માતમાં નિધન થયું છે. રવિવારે સુખપ્રીત કૌર પોતાની પુત્રી સ્વપ્નદીપને મળવા માટે પાડોશીની સાથે બાઇક પર સવાર થઈને જાલંધર જવા માટે અમૃતસર જઈ રહ્યાં હતા. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. જેમાં તેનું સારવાર દરમિયાન આજે સવારે નિધન થયું છે.

જાણકારી પ્રમાણે જ્યારે સુખપ્રીત કૌર અમૃતસરના ખજાના ચોક પર પહોંચ્યાં તો તે બાઇકની પાછળથી પડી ગયા અને તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેમને અમૃતસરની મહાજન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. હવે સુખપ્રીત કૌરના અંતિમ સંસ્કાર મંગળવારે ભિખીવિંડના સ્મશાન ઘાટમાં કરવામાં આવશે.

નોંધનીય છે કે સરબજીતને પાકિસ્તાનની કોર્ટે આતંકવાદ તથા જાસૂસી માટે દોષી ઠેરવ્યો હતો અને ૧૯૯૧માં મોતની સજા ફટકારી હતી. પરંતુ સરકારે ૨૦૦૮માં સરબજીતને ફાંસી આપવા પર અનિશ્ચિતકાળ માટે પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારબાદ એપ્રિલ ૨૦૧૩માં લાહોરમાં કેદીઓના હુમલા બાદ સરબજીતનું મોત થઈ ગયું હતું.

સરબજીતે પાકિસ્તાનમાં કહ્યું કે તે એક કિસાન છે અને સરહદ નજીક તેનું ઘર છે. તે ભટકીને પાકિસ્તાનની સરહદમાં પહોંચી ગયો છે. પરંતુ પાકિસ્તાને તેની કોઈ વાત માની નહીં. નોંધનીય છે કે સરબજીત સિંહની બહેરન દલબીરનું આ વર્ષે ૨૬ જૂને નિધન થયું હતું.

તેમણે પાકિસ્તાનની જેલમાં બંધ ભાઈને ભારત પરત લાવવાની મુહિમ શરૂ કરી હતી. ૬૦ વર્ષના બલબીર કૌરનું નિધન કાર્ડિયક અરેસ્ટને કારણે થયું હતું.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.