Western Times News

Gujarati News

મહેસાણા-જગુદણ નવી બ્રોડગેજ લાઇન મુસાફરોની અવરજવર માટે શરૂ

આ નવી લાઇન તાજેતરની ગેજ કન્વર્ઝન મહેસાણા-તારંગા હિલ લાઇનનું વિસ્તરણ છે-આનાથી મહેસાણા-તારંગા હિલ સેક્શન અને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પર ટ્રેનોની સરળ અવરજવર અને સમયની પાબંદી સુધારવામાં મદદ મળશે.

ફોટો કેપ્શન: નવનિર્મિત મહેસાણા-જગુદણ બ્રોડગેજ લાઇન ખંડના વિવિધ દૃશ્યો.

ગુજરાતમાં રેલ્વેના માળખાકીય વિકાસમાં પશ્ચિમ રેલ્વેનું મુખ્ય યોગદાન રહ્યું છે અને વર્ષોથી નવી લાઇન, ગેજ કન્વર્ઝન, ઇલેક્ટ્રિફિકેશન, ડબલીંગ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ અપગ્રેડેશનની સાથે પેસેન્જર સુવિધાઓને મોટા પાયે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

આ દિશામાં, પશ્ચિમ રેલવેએ અમદાવાદ મંડળ પર મહેસાણા-જગુદણ (10.39 કિમી) વચ્ચે નવી બ્રોડ લાઇનનું કામ પૂર્ણ થયું છે, જે વ્યસ્ત અમદાવાદ-નવી દિલ્હી રૂટ પર જગુદણ સ્ટેશન સુધી મહેસાણા-તારંગા હિલનું વિસ્તરણ છે. રેલ્વે સુરક્ષા કમિશનર/પશ્ચિમ સર્કલ દ્વારા તાજેતરમાં આ સેક્શનનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને તેને 90 કિમી પ્રતિ કલાકની પ્રારંભિક ઝડપે પેસેન્જર ટ્રાફિક માટે ખોલવા માટે અધિકૃત કર્યું છે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, આ નવી બ્રોડગેજ લાઇનનું નિર્માણ તાજેતરમાં ગેજ પરિવર્તિત મહેસાણા-તારંગા હિલ સેક્શન અને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન લિમિટેડ. (DFCCIL) ની બે લાઇનનો  અને નવા ગેજ રૂપાંતરિત મહેસાણા. –

તારંગા હિલ વિભાગ વચ્ચેનો અવરોધ દૂર કરવા માટે બનાવવામાં આવ્યો છે, જે એક ડાયમંડ ક્રોસિંગનામાધ્યમથી  સેક્શન (મહેસાણા-તારંગા હિલ લાઇન) ને  ક્રોસ કરી રહી હતી.. આ DFCCILની સાથે જ ભારતીય રેલ્વે માટે અનુમતિપાત્ર ઝડપને પ્રતિબંધિત કરી રહ્યું હતું.

તેથી, ડાયમંડ ક્રોસિંગને દૂર કરીને અમદાવાદ-નવી દિલ્હી બ્રોડગેજ લાઇન પર મહેસાણાથી તારંગા લાઇનને જગુદણ સુધી 10.39 કિમી સુધી લંબાવવામાં આવી હતી આ વિભાગ શરૂ થવાથી માત્ર વડનગર, વિસનગર, વરેઠા અને મહેસાણા સુધીની ટ્રેનોની સરળ અવરજવરમાં મદદ મળશે અને ટ્રેનોની સમયની પાબંદી સુધરશે પરંતુ પાલનપુરથી સાણંદ સુધી DFCCILની બે સમર્પિત લાઇનનો માર્ગ પણ મોકળો થશે.

યોજના વિશે વધુ વિગતો આપતાં શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે નવી બ્રોડગેજ લાઇન તરીકે મહેસાણા-તારંગા લાઇનને જગુદણ સુધી વિસ્તરણનું કામ સપ્ટેમ્બર 2022માં પૂર્ણ કરવામાં આવ્યું છે. આ વિભાગમાં 2 સ્ટેશનો છે, એટલે કે મહેસાણા અને જગુદણ. આ વિભાગમાં 22 નાના પુલ, એક મોટો પુલ અને 7 રોડ અન્ડર બ્રિજ (RUB)નો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.