Western Times News

Gujarati News

દાદીનો રોલ પડદા પર નિભાવશે સારા અલી ખાન

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ સારા અલી ખાન અવરનવાર પોતાના દાદી અને પીઢ અભિનેત્રી શર્મિલા ટાગોર વિશે વાત કરતી જાેવા મળે છે. હાલમાં જ એક લાઈવ સેશનમાં સારા અલી ખાનને પૂછવામાં આવ્યું કે, શર્મિલા ટાગોર પર બાયોપિક બને તો શું તે તેમાં કામ કરશે? સારા અલી ખાનને તેના ફેન દ્વારા આ સવાલ પૂછવામાં આવ્યો હતો.

જેના જવાબમાં સારા કહ્યું હતું કે, તેના દાદી ખૂબ લાલિત્યપૂર્ણ છે અને તે ચોક્કસથી ના કહી શકે કે આ રોલ ભજવવા યોગ્ય છે કે કેમ? સારાએ કહ્યું, “તેઓ ખૂબ લાલિત્યપૂર્ણ છે. મને નથી ખબર કે હું તેમના જેટલી લાલિત્યપૂર્ણ છું કે નહીં. હું મારા બડી અમ્મા (દાદી) સાથે ખૂબ વાતો કરું છું. પરંતુ મને યાદ નથી કે અમે તેમના કરિયર વિશે વધુ વાતો કરી હોય. વાતો કરવા માટે બીજી કેટલીય બાબતો છે.

તેઓ ખૂબ વાંચે છે અને તેમને આજકાલ બનતી ઘટનાઓ વિશે જાણવામાં રસ છે. તેમનું સામાન્ય જ્ઞાન પણ ખૂબ સારું છે. તેઓ ક્લાસી મહિલા છે અને જિંદગી પણ ખૂબ સુચારુ રૂપે જીવ્યાં છે. તેમની પાસે વિશ્વની બાબતો સમજવાની-વિચારવાની અદ્ભૂત શક્તિ છે.

અમે આ બધા વિશે એટલી વાતો કરીએ છીએ કે મને યાદ નથી અમે તેમના ક્રાફ્ટ વિશે વધુ વાત કરી હશે. પણ હવે મને લાગે છે કે તેમના કરિયર વિશે જાણવું જાેઈએ. ઉલ્લેખનીય છે કે, શર્મિલા ટાગોરે ૧૯૫૯માં ૧૪ વર્ષની વયે જ સત્યજીત રાયની પ્રખ્યાત બંગાળી ફિલ્મ ‘અપુર સંસાર’થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું.

‘આરાધના’, ‘સફર’, ‘અમર પ્રેમ’, ‘આવિષ્કાર’, ‘દાગઃ અ પોયમ ઓફ લવ’, ‘ત્યાગ’, ‘રાજા રાણી’ જેવી કેટલીય ફિલ્મોમાં તેઓ જાેવા મળ્યાં છે. શર્મિલા ટાગોર અને મન્સૂર અલી ખાન પટૌડીના દીકરા સૈફ અલી ખાને એક્ટ્રેસ અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા.

અમૃતા અને સૈફના બે બાળકો છે-દીકરી સારા અને દીકરો ઈબ્રાહિમ. સારા અને ઈબ્રાહિમ નાના હતા ત્યારે જ અમૃતા-સૈફના ડિવોર્સ થયા હતા. સારા અલી ખાને ૨૦૧૮માં બોલિવુડ ડેબ્યૂ કર્યું હતું. છેલ્લે સારા અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘અતરંગી રે’માં જાેવા મળી હતી.

હવે સારા વિકી કૌશલ સાથે લક્ષ્મમ ઉટેકરની અનામી ફિલ્મમાં જાેવા મળશે. આ સિવાય વિક્રાંત મેસ્સી સાથે ફિલ્મ ‘ગેસલાઈટ’માં દેખાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.