Western Times News

Gujarati News

અમદાવાદમાં નવરાત્રી વાઇબ્રન્ટ મહોત્સવની ચાલી રહેલી તડામાર તૈયારીઓ

પ્રતિકાત્મક

નવરાત્રીમાં આ વર્ષે બે વર્ષે બાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ખૈલેયાઓ ગરબા રમી શકે તે માટે તૈયારીઓ શરૂ

અમદાવાદ, નવરાત્રીને હવે થોડા દિવસો જ બાકી રહી ગયા છે. આ વર્ષે નવરાત્રિઓનો થનગનાટ જાેવા મળી રહ્યો છે. ત્યારે નવરાત્રીમાં આ વર્ષે બે વર્ષે બાદ અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ખૈલેયાઓ ગરબા રમી શકે તે માટે મહોસત્વ યોજાવવા જઇ રહ્યો છે.

જેને લઈને જીએમડીસી ગ્રાઉન્ડમાં તમામ તૈયારીઓ શુરૂ કરવામાં આવી છે. જીએમડીસી ગ્રાઉન્ડમાં હાલ તૈયારીઓના ભાગ રૂપે સ્ટેજ બનાવી દેવામાં આવ્યું છે.

જીએમડીસી ગ્રાઉન્ડમાં જવા માટે આ વર્ષે કુલ ૮ ગેટ બનાવવામાં આવશે. જેમાં મેઈન મેઈન ગેટને ત્રણ દરવાજાના રેપલિકા પ્રમાણે બનાવાયો છે. આ ગેટ પરથી વીવીઆઈપી પ્રવેશ આપવામાં આવશે. જીએમડીસી ગ્રાઉન્ડમાં પર આઠ ગેટને હેરિટેજ લુક આપવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અટલબિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તો તેની પણ રેપ્લિકા જીએમડીસી ગ્રાઉન્ડમાં બરોબર વચ્ચે જાેવા મળશે. જાેકે, આ રેપ્લિકા અને કોઈ અડે નહીં તે માટે તેને ચારે બાજુથી કવર કરવામાં આવશે બીજી તરફ ફફૈંઁ માટે પણ વિશેષ પ્રકારે ડોમ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

વરસાદને કારણે આ વર્ષે ગ્રાઉન્ડ પર ૧૫થી વધારે ડોમ બનવાશે જેથી આવેલા તમામ મહેમાનોને સાચવી શકાય. વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવની તૈયારીના ભાગરૂપે ખાસ કરીને જે ડોમ બનાવવામાં આવ્યા છે.

તેને વોટરપ્રૂફ બનાવાયા છે સાથે તેને શંકુ આકારમાં એ રીતે બનાવ્યા છે કે વરસાદ પડે તો ડોમ ને કોઈ નુકસાન ન થાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.