Western Times News

Gujarati News

ગાંધીધામની કંપનીએ કેનેરા બેંક સાથે 428 કરોડની ઠગાઈ કરી

પ્રતિકાત્મક

ગાંધીધામની પીએસએલ કંપની સહિત સાત સામે તપાસ-કેનેરા બેક સાથે રૂપિયા ૪ર૮ કરોડની છેતરપિંડીની સીબીઆઈમાં ફરિયાદ

(એજન્સી)અમદાવાદ, ગાંધીધામની એએસએલ કંપનીએ કેનેરા બેક સાથે ૪ર૮ કરોડની છેતરપિંડીી કરતા સીબીઆઈએ તપાસશરૂ કરી છે. સીબીઆઈએ કંપની સહીત સાત લોકો સામે ગુનો દાખલ કરીને ઠેર ઠેર દરોડા પાડયા છે.

ગેસ અઅને થર્મલ પ્રોજેકટસમાં પાઈપ સપ્લાયનાર નામે લોન મેળવીને બેક સાથે ૪ર૮ કરોડની છેતરપિંડી કરી હતી. મુંબઈ સીબીઆઈની ટીમે કપનીના પાંચ ડાયરેકટરો ઉપરાંંત સરકારી અધિકારીીઓ અને બેક સાથે સંકળાયેલા સાત લોકો સામે ગુનો દાખલ કર્યો છે. પીએસએલના કંપનીની ગાંધીધામ ચાર અને મહુડી પાસે એક મળીને દેશભરમાં દર યુનીટો છે.

કંડલા ઉપરાંત મહુડી, દિવ-દમણ ચેન્નાઈ આંધ્રપ્રદેશ એન જયપુરમાં પ્રોડકશન યુનીટો આવેલા છે. પાઈપ સપ્લાય કરવાનો કોન્ટ્રાકટર મળ્યો હોવાનું કહીને કેનેરા બેક પાસેથી લોન મેળવી હતી. ર૦૦૯ થી ર૦૧૬ ના સમયગાળા દરમ્યાન છેતરપિંડી કરવાનાા ઈરાદાથી લોન મેળવવીને ભરપાઈ કરી નહોતી.

બેકના નાણાનો દુરપયોગ કરાયો હતો. જેથી બેકના ચીફ જનરલ મેનેજર સીબીઆઈને જેથી ફરીયાદ આપી હતી. સીબીઆઈએ મુંબઈ, ગાંધીધામ ઉપરાંત દેશભરમાં આવેલા યુનીટો અઅને ઓફીસમાં દરોડા પાડીને વાંધાજનક દસ્તાવેજાે જપ્ત કર્યા છે.

સીબીઆઈ પીએસએલ કંપની અને કંપનીના ડાયરેકટરો અશોક યોગીન્દર પુંજ, રાજેન્દ્ર કુમારસુરજ બહેરી રહે મુબઈ અને રંજનકુમાર જગદીશચંદ્ર ગોયલ, રહે. આદીપુર કચ્છ તેમજ અજાણ્યા જાહેર સેવકો વચેટીયા સામે ગુનો દાખલ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.