Western Times News

Gujarati News

ગાંધીનગરના બજારોમાં સ્વાસ્થ્ય વર્ધક આંબળાનું આગમન

ગાંધીનગર, ચોમાસાની વિદાય થવા જઈ રહી છે અને ઠંડીની મોસમ આવી રહી છે ત્યારે બજારોમાં શિયાળામાં ખવાતું ઉત્તમ ફળ આંબળાનું આગમન થઈ ચૂક્યું છે. ગાંધીનગર ની આસપાસ ના ગામમાં આંબળા ના વૃક્ષો પર લીલાછમ ગોળમટોળ આંબળાનાં જુમખા જાેવા મળી રહ્યા છે

જેનું વેચાણ શહેરના બજારમાં ચાલુ થઈ ચૂક્યું છે જાે કે શિયાળામાં બજારોમાં ફળો અને શાકભાજીઓનો મેળાવેડો જામે છે જે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી છે. આંબળા પણ એક એવું ફળ છે જેનું ભારત સહિત વિશ્વના મોટા ભાગના દેશોમાં તેના અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભ માટે સેવન કરવામાં આવે છે.

આંબળાના અથાણા, મુરબ્બા વગેરે સ્વાદમાં લાજવાબ હોય છે અને સાથે જ તેના દૈનિક સેવનથી આંખો અને ત્વચા ઉપરાંત શરીરના અન્ય અંગોને પણ ઘણો ફાયદો થાય છે. નિષ્ણાતો ડાયાબિટીસ જેવા રોગોમાં આંબળાનું જ્યુસનું સેવન કરવાની સલાહ આપે છે.

આંબળા કેલ્શિયમ, ફાઈબર અને વિટામિન-સીથી ભરપૂર હોય છે. આબળાનાં ૧૦૦ ગ્રામ જેટલા રસમાં ૯૨૧ મિ.ગ્રા. તથા ગરમાં ૭૨૦મિ.ગ્રા. જેટલું વિટામિન સી મળી આવે છે. આદ્રતા ૮૧.૨ પ્રોટિન ૦.૫, ચરબી ૦.૧, ખનિજ દ્વવ્ય ૦.૭ કાર્બોહાઈડ્રટ્‌સ ૧૪.૧, કેલ્શિયમ ૦.૦૫, ફોસ્ફોરસ ૦.૦૫, પ્રતિશત લોહતત્વ ૧.૨ મિગ્રા., નિકોટેનિક એસિડ ૦.૨ મિગ્રા. જેટલું મળી આવે છે. આ ઉપરાંત આમાં ગૌલિક એસિડ, ટૈનિક એસિડ, શર્કરા (ગ્લૂકોઝ), આલબ્યૂમિન, કાષ્ઠજ વગેરે તત્વ પણ જાેવા મળે છે.

એન્ટી ઓક્સિડેન્ટ્‌સ શરીરને ફ્રી રેડિકલ્સના પ્રભાવ સામે લડવામાં મદદ આપે છે. એવું માનવામાં આવે છે કે, એન્ટી ઓક્સિડેન્ટ્‌સથી ભરપૂર આહાર કેટલાક પ્રકારના કેન્સલ, હદય રોગ, ટાઈપ-૨ ડાયાબિટીસ, ઉંમર વધવાના જાેખમ ઉપરાંત મસ્તિષ્કની ક્ષતિ સામે રક્ષણ આપે છે. આંબળામાં અનેક પ્રકારના પ્રભાવી એન્ટિ ઓક્સિડેન્ટસ હોય છે જેનું સેવન શરીર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આંબળાના સેવનથી બ્લડ સુગરનું સ્તર નિયંત્રિત રહે છે. આંબળામાં વિપુલ પ્રમાણમાં ફાઈબર હોય છે જે રક્ત પ્રવાહમાં સુગરનું અવશોષણ ધીમું પાડે છે જેથી બ્લડ સુગર લેવલ વધતું નથી. ટેસ્ટ ટ્યૂબ અભ્યાસ પ્રમાણે આંબળાનો અર્ક આલ્ફા ગ્લુકોસિડેઝ અવરોધક હોય છે. મતલબ કે, તે તમારા નાના આંતરડામાં વિશેષ એન્ઝાઇમ્સને પ્રતિબંધિત કરે છે જેથી રક્ત પ્રવાહમાં સુગરનું સ્તર વધતું નથી.

આંબળા જેવા ફળનું સેવન કરવાથી હ્યદય રોગનું જાેખમ ઘટે છે. આંબળામાં એન્ટી ઓક્સિડેન્ટસ અને પોટેશિયમ જેવા અનેક પોષક તત્વો હોય છે. જે હ્યદયનું સ્વાસ્થ્ય વધારે છે. એન્ટી ઓક્સિડેન્ટસ રકતમાં એલડીએલ (બેડ) કોલેસ્ટ્રોલનું ઓક્સીકરણ રોકીને હ્યદયના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.

આંબળા વિટામિન-સીનો ખૂબ સારો સ્ત્રોત છે. આ વિટામીન પાણીમાં દ્રાવ્ય છે જે એન્ટી ઓક્સિડેન્ટ તરીકેનું કામ કરે છે એક અભ્યાસ પ્રમાણે આંબળામાં ૬૦૦-૭૦૦ મિલીગ્રામ વિટામિન-સી હોય છે. તે ઓક્સિડેટીવ સ્ટ્રેસ સામે કોશિકાઓના રક્ષણ ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ વધારે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.