Western Times News

Gujarati News

કાલોલના યુવાનો લેહ-લદ્દાખના પેગોંગ લેક પાસે ૧૩,૮૬૨ ફૂટની ઊંચાઈ પર ગરબા રમ્યા

કડકડતી ઠંડીમાં ગરબાની રમઝટ બોલાવી હતી. આ યુવાનોએ “કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારકા” ગીતના તાલ પર ગરબા રમ્યા હતા

પંચમહાલ,  ગુજરાતીઓને ગરબા જીવથી પણ વ્હાલા હોય છે. ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ગુજરાતી લોકો ગરબા રમવા લાગે છે. પછી ભલેને ગમે તે જગ્યા હોય. માત્ર નવરાત્રિમાં જ ગરબા જાેવા મળે તે જરૂરી નથી. ગુજરાતીઓ તો રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેશન ગમે ત્યાં ગરમે રમવા લાગે છે.

ગુજરાતના ગરબાનો જલવો વિદેશમાં પણ જાેવા મળે છે. ત્યારે પંચમહાલના કાલોલના યુવાનોએ લેહ લદ્દાખની મુલાકાત દરમિયાન ગરબા રમ્યા હતા.

પંચમહાલના કાલોકના યુવાનોએ લેહ લદ્દાખની મુલાકાત દરમિયાન માયનસ ડિગ્રી તાપમાનની કડકડતી ઠંડીમાં ગરબાની રમઝટ બોલાવી હતી. આ યુવાનોએ “કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારકા” ગીતના તાલ પર ગરબા રમ્યા હતા. આ યુવાનોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લેહ લદાખના પેગોંગ લેક પાસે ૧૩૮૬૨ ફુટની ઉંચાઈ પર ગરબા રમતા કાલોલના યુવાનોનો વિડિઓ થયો વાયરલ છે.

નોંધનીય છે કે ૨૬ સપ્ટેમ્બરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. રાજ્યમાં બે વર્ષ પછી નવરાત્રિની ધામધૂમથી ઉજવણી થવાની છે. ગરબા પ્રેમીઓએ ગરબાની તૈયારીઓ કરી લીધી છે. ત્યારે આ યુવાનોએ લેહ લદ્દાખની કડકડતી ઠંડીમાં ગરબાની રમઝટ બોલાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.