Western Times News

Gujarati News

આ ઉદ્યોગપતિઓ સંભાળશે પ્રધાનમંત્રી કેર ફંડ

File

પીએમ કેર ફંડના ટ્રસ્ટી તરીકે ઉદ્યોગપતિ રતન તાતા નિયુક્ત

(એજન્સી)નવી દિલ્હી, ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને પીએમ મોદીએ પીએમ કેર ફંડના ટ્રસ્ટી તરીકે નિયુક્ત કર્યા છે. સાથે સાથે સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ કેટી થોમસ અને લોકસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર કરિયા મુંડાને પણ પીએમ કેર ફંડના ટ્રસ્ટી બનાવાયા છે.

અહેવાલ અનુસાર દેશના બીજા કેટલાક જાણીતા વ્યક્તિઓને પણ એડવાઈઝર ગ્રુપમાં સ્થાન અપાયુ છે. જેમાં પૂર્વ સીએજી રાજીવ મહર્ષિ, ઈન્ફોસિસ ફાઉન્ડેશનના પૂર્વ ચેરમેન સુધા મૂર્તિ, પિરામલ ફાઉન્ડેશનના પૂર્વ સીઈઓ આનંદ શાહનો સમાવેશ થાય છે. મંગળવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં પીએમ કેરના ટ્રસ્ટી બોર્ડની બેઠક યોજાઈ હતી.

જેમાં ગૃહ મંત્રી અમિત શાહ અને નાણા મંત્રી ર્નિમલા સિતારમન પણ હાજર રહ્યા હતા.આ સાથે નવા ચૂંટાયેલા સભ્યોએ પણ બેઠકમાં ભાગ લીધો હતો.

પીએમ મોદીએ નવા ટ્રસ્ટીઓનુ સ્વાગત કર્યુ હતુ. ૨૦૨૦ના કોરોના કહેર વખતે પીએમ કેર ફંડની રચના કરવામાં આવી હતી. જેના અધ્યક્ષ વડાપ્રધાન મોદી પોતે છે. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, નવા ટ્રસ્ટીઓ અને નવા સલાહકારોના યોગદાનના કારણે આ ટ્રસ્ટની કાર્યપ્રણાલીને બહોળો દ્રષ્ટિકોણ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.