ખેડબ્રહ્મા ભાજપ મહિલા મોરચા દ્વારા હેમોગ્લોબીન ચેકઅપ કાર્યક્રમ કરાયો
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ભારતના યશશ્વી વડાપ્રધાન મા. નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિન સપ્તાહ અંતર્ગત ખેડબ્રહ્મા શહેરમાં મહિલા મોરચા દ્વારા કન્યા વિદ્યાલયમાં ૧૦૦ દીકરીઓનો હેમોગ્લોબીન ચેકઅપ કેમ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
જેમાં જિલ્લા મંત્રી મીનાક્ષીબેન ગઢવી, મીનાબેન જાેશી, વિધાનસભા પ્રભારી મનીષાબેન, શહેર મંત્રી પ્રશાંતભાઈ પટેલ, બ્રિજેશભાઈ બારોટ, ક.ક.પા. કેળવણી મંડળના પ્રમુખ મણીભાઈ પટેલ, રવજીભાઈ પટેલ ,લેબ.ટેકનિશીયન શાંતિભાઈ, હેમંતભાઈ ,પુષ્પાબેન ગોસ્વામી, અંબિકાબેન સુથાર ,લતાબેન ભાવસાર, વર્ષાબેન વેલાણી નીતાબેન મહેતા, ઉષાબેન જાની તેમજ સંસ્થાના આચાર્ય જસ્મીનાબેન પ્રજાપતિ વગેરે હાજર રહ્યા હતા.