Western Times News

Gujarati News

સરકારી કચેરીઓના ખોટા સિક્કા અને લેટરપેડ બનાવી દૂર ઉપયોગ કરવાના ષડયંત્રનો પર્દાફાશ

સરકારી કચેરીઓના સિક્કાઓ અને અનઅધિકૃત દસ્તાવેજાે કબ્જે કર્યા !

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા)  ગોધરા એલ.સી.બી એ ગેરી કચેરીની વિવિધ શાખાઓના ખોટા સિક્કા અને લેટરપેડ બનાવી દૂર ઉપયોગ કરવાના રાજ્યવ્યાપી ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે.

પોલીસે મળી આવેલા સિક્કા અને લેટરપેડની સંલગ્ન કચેરીઓમાં તપાસ બાદ ગોધરા ગેરી કચેરીના અધિકારીની ફરિયાદ અન્વયે ગોધરાના અકિલ અડાદરા નામના યુવકની ધરપકડ કરી છે.

પોલીસે અકીક ની દુકાન માંથી વડોદરા, ગોધરા, ગાંધીનગર, ભરૂચ, સુરત, પાલનપુર, બોટાદ, કચ્છ, ભચાઉ વિગેરેના હોદ્દાના કુલ ૩૧ સીક્કા ,અલગ અલગ ડીપાર્ટમેન્ટના લખાણ લખાયેલ દસ્તાવેજી કાગળો અને લેટરપેડ મળી કુલ-૨૬૨૧ દસ્તાવેજી કાગળો ,

લેપટોપ નંગ -૨ અને પ્રીન્ટર નંગ -૧ કબ્જે લઈ ગોધરા શહેર બે ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધી તેને કોર્ટ માંથી ૨૮ સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.એલ.સી.બી એ બાતમી આધારે તપાસ કર્યા બાદ આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો છે ત્યારે જાેવું રહ્યું કે અકીકની ભેજાબાઝી થી તૈયાર કરાયેલા ડોક્યુમેન્ટનો કેટલા વ્યક્તિઓએ ક્યાં ક્યાં ઉપયોગ કર્યો છે.

પંચમહાલ એલ.સી.બી. પીઆઇ જે.એન.પરમારને ગોધરા વ્હોરવાડ વિસ્તારમાં રહેતા અકીલ ઓનભાઇ અડાદરાવાલાની ગોધરા સાથરીયા બજારમાં સ્વીઝર્વ ટ્રાન્સપોર્ટની ગલીમાં આવેલી દુકાનમાં કેટલાક ગર્વમેન્ટના કોન્ટ્રાકટરો સીકકા રાખી તેનોખોટી રીતે દુર ઉપયોગ કરતો હોવા ઉપરાંત જેનું કેટલુક સાહિત્ય તેની દુકાનમાં હોવાની બાતમી મળી હતી.

જે આધારે એલસીબી પીઆઇ અને તેમની ટીમે અકીકની દુકાનમાં તપાસ કરી હતી.દરમિયાન ત્યાંથી  વડોદરા, ગોધરા, ગાંધીનગર, ભરૂચ, સુરત, પાલનપુર, બોટાદ, કચ્છ, ભચાઉ વિગેરેના હોદ્દાના સીક્કા તથા અશોક સ્થંભ હીન્દીમાં સત્યમેવ જયતે લખાણ વાળા રાઉન્ડ ૩૧ સીકકા ,ના પ્લેટરપેડો દસ્તાવેજી કાગળો તેમજ અલગ અલગ ડીપાર્ટમેન્ટના લખાણ લખાયેલ દસ્તાવેજી કાગળો વિગેરે

મળી કુલ-૨૬૨૧ દસ્તાવેજી કાગળો , લેપટોપ નંગ -૨ અને પ્રીન્ટર નંગ -૧ મળી આવ્યું હતું જે પોલીસે તપાસ અર્થે કબજે લીધું હતું.ત્યારબાદ એલ.સી.બી. પીઆઇ જે.એન પરમાર દ્વારા કબ્જે લીધેલા સીકકાઓ તેમજ દસ્તાવેજી કાગળોની સંલગ્ન કચેરીઓ મારફતે તપાસ કરી ખરાઈ કરાવવામાં આવી હતી.

દરમિયાન આ સીક્કા અને દસ્તાવેજી કાગળોમાં જણાવેલા જાવક નંબર અને દસ્તાવેજમાં અધિકારી કર્મચારીઓની સહીઓ ખોટી બનાવટી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.વધુમાં તપાસ દરમિયાન મદદનીશ સંશોધન અધિકારીની કચેરી જિલ્લા

પ્રયોગશાળા પેટા વિભાગ ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા ગોધરાના મદદનીશ સંશોધન અધિકારી સચિન દિનેશકુમાર અગ્રવાલની કચેરીએથી કુલ-૩૩ પત્ર વ્યવહાર કરવામાં નહિં આવ્યા હોવા છતાં ખોટા બનાવટી પત્રો બનાવી જેમાં કચેરીના કોઇ પણ અધિકારી કર્મચારીએ સહી કે સીક્કાઓ કરેલા નહીં હોવા

છતાં જે અંગેના ખોટા પત્ર વ્યવહારો કર્યા હોવાની ચોંકાવનારી હકીકત પણ બહાર આવી હતી.જેથી અકીક સામે કચેરી સાથે ગુનાહીત વિશ્વાસઘાત ઠગાઇ કરવાના હેતુસર ખોટા દસ્તાવેજ ઠગાઇ કરવા સારૂ બનાવી બનાવટી દસ્તાવેજ હોવાનું જાણવા છતા તેનો ખરા તરીકે ઉપયોગ કરી ખોટા સીક્કાઓ બનાવી પોતાના કબજામાં અલગ અલગ સંસ્થા તેમજ અલગ

અલગ સરકારી હોવાના સીક્કાઓ રાખી ગેરી ગોધરાના રીઝલ્ટ સીટ તેમજ પત્રો બનાવી અમુક ઇસમો ઇજારદારો સાથે મળી ભળી જઇ આર્થીક લાભ મેળવવા માટે ગેરીના લેટરપેડનો લોગોવાળા લેટરપેડો રાખી જે લેટરપેડો ખોટા બનાવટી બનાવી જેનો ખોટો દુર ઉપયોગ કરવા મુદ્દે ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધી અકીક ની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે આરોપી અકીલ ઓનભાઇ અડાદરાવાલાની ધરપકડ બાદ વધુ તપાસ માટે કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગણી કરતાં કોર્ટે ૨૮ સપ્ટેમ્બર સાંજ સુધીના રિમાન્ડ મજુંર કર્યા છે.ત્યારે આ ખોટા સિક્કા અને લેટરપેડનો કોના કોના દ્વારા ખોટો ઉપયોગ કરાયો છે જે અંગેની હકીકત બહાર આવવાની પ્રબળ શક્યતાઓ જણાય રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.