Western Times News

Gujarati News

સ્વસ્થ હૃદય એ સ્વસ્થ જીવનની ચાવી, &ટીવીના કલાકારો

Neha Joshi-Rohitash Gaur- Himani Shivpuri

29 સપ્ટેમ્બરે દર વર્ષ કાર્ડિયોવેસ્ક્યુલર ડિઝીઝ અને સ્ટ્રોક પ્રતિબંધ વિશે જાગૃતિ વધારવા માટે વર્લ્ડ હાર્ટ ડે તરીકે મનાવવામાં આવે છે. એન્ડટીવીના કલાકારો નેહા જોશી (યશોદા, દૂસરી મા), હિમાની શિવપુરી (કટોરી અમ્મા, હપ્પુ કી ઉલટન પલટન) અને રોહિતાશ ગૌર (મનમોહન તિવારી, ભાભીજી ઘર પર હૈ) સ્વસ્થ હૃદય વિશે તેમના સિક્રેટ્સ જણાવે છે.

એન્ડટીવી પર દૂસરી મામાં યશોદા તરીકે જોવા મળતી નેહા જોશી (Neha Joshi as Yashoda Maa in Dusri Maa) કહે છે, “હું કામ માટે પુણેથી મુંબઈ આવી ત્યારે મારો સંપૂર્ણ નિત્યક્રમ ખોરવાઈ ગયો હતો અને તેની અસર મારા સ્વાસ્થ્ય પર પડી. હું કામમાં વ્યસ્ત થઈ ગઈ અને મારા ખાવા અને ઊંઘવાની આદતો પર ઝાઝું ધ્યાન આપ્યું નહીં.

જોકે મારી માતા મને નિયમિત રીતે કોલ કરતી અને મને દિવસમાં સમયસર ખાવા, આરામ કરવા અને ભરપૂર પાણી પીવા માટેયાદ અપાવતી રહેતી હતી, જે મારા રોજના નિત્યક્રમનું હવે અવિભાજ્ય અંગ બની ચૂક્યું છે. ઊંઘ સ્વસ્થ હૃદય માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. જો તમને પૂરતી ઊંઘ નહીં મળે તો તમારી ઉંમર અથવા અન્ય સ્વાસ્થ્યની આદતો ગમે તે હોય તો પણ તમને કાર્ડિયોવેસ્ક્યુલર રોગ વિકસવાની શક્યતા વધુ છે.

આથી જ હું ગમે તેટલી વ્યસ્ત હોઉં તે છતાં મોટે ભાગે રાત્રે 7થી 8 કલાકની ઊંઘ લઈને રહું છું. આ વર્લ્ડ હાર્ટ ડે પર હું દરેકને સ્વસ્થ ખાવા, નિયમિત તબીબી તપાસ કરાવવા અને હૃદયને આનંદિત અને સ્વસ્થ રાખવા માટે પૂરતી ઊંઘ લેવા માટે પ્રોત્સાહન આપવા માગું છું.”

એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનમાં કટોરી અમ્મા તરીકે હિમાની શિવપુરી (Himani Shivpuri as Katori Amma) કહે છે, “હું ફેટ ઓછું હોય અને પોષકો ઉચ્ચ હોય તેવાં ખાદ્યો ખાવાનો પ્રયાસ કરું છું. મુખ્ય સામગ્રી તરીકે શાકભાજીઓ અથવા ફળો સાથેની રેસિપીઓ, જેમ કે, વેજિટેબલ સ્ટિયર- ફ્રાય અથવા સલાડ સાથે ફ્રેશ ફ્રૂટ મિક્સ્ડ આદર્શ હોય છે.

તમે હૃદયના દર્દી હોય કે નહીં, તમારા ખાદ્યનું સંતુલન બદલવાથી હાર્ટ સ્ટ્રોકનું તમારું એકંદર જોખમ ઓછું થાય છે અને તમારા હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે. હું રોજ રાત્રે કમસેકમ આઠ કલાક શાંતિપૂર્ણ ઊંઘ ખેંચી કાઢવાનો અને મારા નિયમિત વર્કઆઉટ માટે સવારે વહેલી ઊઠવાનો પ્રયાસ કરું છું. મારા ફિટનેસના રુટીન બાબતે હું બહુ ચોક્કસ છું અને યોગા કર્યા વિના ઘરમાંથી બહાર નીકળતી નથી, જેને લીધે મારું શરીર અને હૃદય સ્વસ્થ રાખવામાં મદદ થાય છે.”

એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં રોહિતાશ ગૌર ઉર્ફે મનમોહન તિવારી (Rohitash Gaur as Manmohan Tiwari ) કહે છે, “હું હેલ્થ ઈઝ વેલ્થ કહેવતમાં સંપૂર્ણ વિશ્વાસ રાખું છું. સ્વસ્થ આહારનું પાલન અને કાર્ડિયો કસરતો નિયમિત કરવા સાથે તમારી કોલેસ્ટરોલ સપાટી પણ નિયમિત રીતે તપાસવાનું બહુ મહત્ત્વપૂર્ણ છે.

આખો દિવસ ખુરશી પર બેસી રહેવાનું, રાત્રે ઓછી ઊંઘ લેવી, ધૂમ્રપાન કરવું, વધુ પડતું ખાવાથી હૃદયને હાનિ પેદા થઈ શકે છે. મને બે પુત્રી છે, જેઓ રોજ મારી કાળજી રાખે છે તે આશીર્વાદરૂપ છે. ઘરમાં અમે સ્વસ્થ હૃદય માટે અમુક મૂળભૂત નિયમોનું પાલન કરીએ છીએ, જેમાં નિયમિત બ્રિસ્ક વોકિંગ, ઓછા મસાલા અને તેલ સાથેનાં ખાદ્યો ખાવાં અને વધુ પડતો તાણ નહીં લેવા સહિતનું પાલન કરવું જોઈએ. તમને કોઈ બીમારી નહીં લાગુ થાય ત્યાં સુધી સ્વાસ્થ્યની કદર કરાતી નથી, પરંતુ રોગને ઊગતો જ ડામવો સારું છે. “


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.