Western Times News

Gujarati News

પોરબંદર: તબીબોને દોઢ કરોડનો પગાર ચૂકવાયો વગર ડ્યુટીએ ?

પ્રતિકાત્મક

પોરબંદરની મેડિકલ કોલેજમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યાની કલેકટરને રજૂઆત

પોરબંદર, પોરબંદરની મેડિકલ કોલેજમાં વગર ડ્યુટીએ તબીબોને દોઢ કરોડ રૂપિયાનો પગાર ચુકવાયાનો ઘટસ્ફોટ કરીને કલેકટરને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

પોરબંદરના સામાજિક કાર્યકર બાબુભાઈ પાંડાવદરાએ જિલ્લા કલેકટર મારફતે નેશનલ મેડિકલ કમિશન, ગુજરાતના આરોગ્ય મંત્રી વગેરેને આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે, પોરબંદરમાં મેડિકલ કોલેજ શરૂ થવાની સાથે જ ભ્રષ્ટાચારની પણ શરૂઆત થઈ ગઈ હોવાની ફરિયાદો ઉઠી રહી છે

અને અમોને પ્રાપ્ત માહિતી મુજબ આ કોલેજમાં પ્રથમ માસમાં જ ફરજ ન બજાવેલ હોય તેવા કેટલાક મદદનીશ પ્રોફેસરની દસ ટકા પણ હાજરી ન હોવા છતાં તેઓને પુરતો પગાર ચુકવી દેવાયો છે. જે ચુકવાયેલી રકમ દોઢ કરોડ રૂપિયા આસપાસ થાય છે અને આ ભ્રષ્ટાચારમાં કોલેજના જવાબદાર લોકો તેમજ ભાવસિંહજી હોસ્પિટલમાં ફરજ બજાવતા સંપૂર્ણપણે જવાબદાર છે.

આ હોસ્પિટલમાં હિંમતનગર, જૂનાગઢ, ગાંધીનગર, સોલા અને ધરમપુર સહિતની જગ્યાઓએથી બદલી થઈને આવેલ પ્રોફેસરો અને ડોકટરોએ ફરજ બજાવી હોવાનું ચોપડે નોંધાયું છે પરંતુ અમોને માહિતી પ્રાપ્ત થઈ છે ત્યાં સુધી આવા કોઈ પ્રોફેસરો તેમજ અન્ય પણ પોતાની ખાનગી હોસ્પિટલમાં હોય

અને ત્યાં જ પ્રાઈવેટ પ્રેક્ટિસ કરી લાખો રૂપિયા કમાતા હોય તેવા ડોકટરોને પણપગાર ચુકવી દેવાયો છે જેમાં કોલેજના ડીન અને સરકારી ભાવસિંહજી હોસ્પિટલના મુખ્ય અધિકારીઓ જવાબદાર છે તો આપ આ મામલે યોગ્ય તપાસ કરો અને જાે ભ્રષ્ટાચાર થયો હોય તો જવાબદારો સામે કાર્યવાહી કરો તેવી આપને અમારી અપીલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.